ઇસ્લામાબાદ : ભ્રષ્ટાચાર મુદ્દે જેલવાસ ભોગવી રહેલા પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબીયત રવિવાર સાંજે અચાનક લથડી હતી. તેમના સ્વાસ્થયની તપાસ કરનાર મેડિકલ બોર્ડનું કહેવું છે કે શરીફની કિડની ફેલ થવાની અણી પર છે અને તેમને તુરંત જ જેલમાંથી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂર છે. એક્સપ્રેસ ન્યુઝના અનુસાર શરીફની યૂરિનમાં નાઇટ્રોજનનું સ્તર ખતરનાક સ્તરે વધી ગયું છે. વધારે પરસેવો થવાના કારણે તેમને ડિહાઇડરેશનની સમસ્યા પેદા થઇ ગઇ છે અને શરીરમાં પાણી ઘટી ગયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર્સનું કહેવું છે કે પુર્વ વડાપ્રધાનના હૃદયની ગતિ પણ ખુબ જ અનિયમિત રીતે ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર જેલની હોસ્પિટલમાં યોગ્ય સુવિધા નહી હોવાના કારણે તેમને ફ્લૂડ પણ ચડાવી શકાય તેમ નથી. હોસ્પિલમાં તેમને દાખલ કરવા જરૂર છે. જો તેમને તુરંત જ હોસ્પિટલમાં ભર્તી નહી કરવામાં આવે તો રાત્રે તેમની સ્થિતી વધારે કથળી શકે છે. 



ઉલ્લેખનીય છે કે, એવેનફિલ્ડ પ્રોપર્ટીઝ મુદ્દે દોષીત ઠેરવવામાં આવ્યા બાદ ધરપકડ બાદ પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આદિયાલા જેલમાં રખાયા છે. લંડનમાં 4 લક્ઝરી ફ્લેટના માલિકી હકના મુદ્દે 6 જુલાઇએ જવાબદારી કોર્ટ દ્વારા દોષીત ઠેરવવામાં આવ્યા બાદ શરીફ અને તેની પુત્રી મરિયમ 44 અને જમાઇ કેપ્ટન મોહમ્મદ સફદરને રાવલપિંડીના આદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેયને ક્રમશ 10,7 અને 1 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.