પોર્ન સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોર્ટમાં હાજર થશે. જો કે, ફોજદારી આરોપોમાં કોર્ટ તેની સામે શું સજા કરશે? જો સજા થશે તો શું તે આત્મસમર્પણ કરશે? શું કોર્ટ માત્ર દંડ ફટકારીને છોડી મુકશે? આ સવાલોના જવાબ સુનાવણી બાદ જ મળશે. ટ્રમ્પ સોમવારે કોર્ટમાં હાજરી આપવા માટે તેમના ખાનગી જેટમાં ફ્લોરિડાથી ન્યૂયોર્ક પહોંચ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેણે 2016માં ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટાર સાથે સમય વિતાવ્યો હતો અને બાદમાં તેણીને મોં બંધ રાખવા માટે કેટલાક પૈસા આપ્યા હતા. ગોપનીય રીતે પૈસા આપવાના આ મામલે ટ્રમ્પની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી.


આ પણ વાંચો: સોનાએ આપ્યું બમ્પર વળતર! GOLDનો ભાવ 68000એ પહોંચશે, આ છે મોટા કારણો
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ


ગત અઠવાડિયે, મેનહટન ગ્રાન્ડ જ્યુરીએ તેમની સામે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ આજે મેનહટનની કોર્ટમાં હાજર થશે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ અપરાધિક આરોપનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પ્રેઝન્ટેશન પહેલા તેઓ 'ટ્રમ્પ ટાવર'માં રોકાવાના છે અને અહીંથી કોર્ટ માટે રવાના થશે.


આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો
આ પણ વાંચો: Jaya Prada એ શૂટિંગ દરમિયાન આ અભિનેતાને સટાક દઇને ફટકાર્યો હતો તમાચો, જાણો કેમ
આ પણ વાંચો: જયા પ્રદાએ ધમેન્દ્રને લઇને કર્યા મોટા ખુલાસા, સેટ પર અભિનેત્રી સાથે કરતા હતા ફ્લર્ટ


ટ્રમ્પના ગુનાહિત આરોપને ધ્યાનમાં રાખીને, તેમના સમર્થકો આજે શહેરમાં વિરોધ પ્રદર્શન કરી શકે છે. જો કે પ્રશાસને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે. આ સાથે આ કેસને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ માટે 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીનો રસ્તો પણ મુશ્કેલ દેખાઈ રહ્યો છે.


આ સમગ્ર મામલાને લઈને ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું કે, 'હું સોમવારે બપોરે 12 વાગ્યે માર-એ-લાગોથી નીકળીને ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર જઈશ. હું મંગળવારે સવારે કોર્ટમાં જાઉં છું, માનો કે ના માનો. અમેરિકા સાથે આવું ન થવું જોઈએ!' મળતી માહિતી મુજબ આજે થનારી સુનાવણીમાં વધુ સમય નહીં લાગે.


આ પણ વાંચો: Sexual Diseases: કોઇપણ લક્ષણો વિના થઇ શકે છે આ 5 યૌન રોગ, શું તમે જાણો છો?
આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube