વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચડબલ્યુ બુશનું નિધન થયું છે. બીબીસીએ તેમના પુત્ર અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના હવાલે જણાવ્યું છે કે જ્યોર્જ એચડબલ્યુ બુશનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. શુક્રવાર સાંજે જ્યોર્જ બુશ સીનિયરે છેલ્લા શ્વાસ લીધા. કહેવાય છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોર્જ બુશ સીનિયર જ્યારે રાષ્ટ્રપતિ હતાં ત્યારે જ અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો હતો. તે સમયે ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈને પાડોશી કુવૈત પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં અમેરિકા સેનાએ ઈરાકને નિશાન બનાવ્યું હતું. આ યુદ્ધને પહેલું ખાડી યુદ્ધ કહે છે. 


જ્યોર્જ ડબલ્યુ બુશ અમેરિકાના 41માં રાષ્ટ્રપતિ હતાં. તેઓ વર્ષ 1988માં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતાં. તેઓ સંયુક્ત રાષ્ટ્ર અને ચીનમાં અમેરિકાના રાજદૂત પણ રહી ચૂક્યા હતાં. તેઓ સીઆઈએના ડાઈરેક્ટર પણ રહ્યા હતાં. (વિસ્તૃત અહેવાલ થોડીવારમાં)


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...