હવાઇ : હવાઇ ખાતે કિલાઉ જ્વાળામુખી ફરીએકવાર સક્રીય થતા હવામાં 230 ફૂટ સુધી લાવાની છેડો ઉડી હતી. આ ઉંચાઇ 23 માળનાં બિલ્ડિંગ જેટલી ઉંચી હતી. લાવાનાં કારણે અત્યાર સુધી આસપાસનાં વિસ્તારોને ભારે નુકસાન પહોંચ્યું છે. લાવા અને ધૂમાડાનાં કારણે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. જેનાં કારણે 2 હજાર જેટલા વધારે લોકોએ સ્થળાંતર તંત્ર દ્વારા કરાવવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત્ત 24 કલાકમાં ભૂકંપનાં 200 જેટલા આંચકાઓ આવવાનાં કારણે કિલાઉ જ્વાળામુખીમાં નવી તિરાડો પડી હતી. જેનાં કારણે 10થી વધારે નવા જ્વાળામુખી નિકળવાનાં માર્ગો બન્યા હતા. હજી સુધી તે તિરાડોમાંથી લાવા બહાર નિકળી રહ્યો છે. આગામી દિવસોમાં આ પરિસ્થિતી વધારે ગંભીર થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જો જવાળામુખી નિકળવાનું સતત ચાલુ રહેશે તો પ્યુનાનાં રૂરલ ડિસ્ટ્રિક્ટને સૌથી વધારે નુકસાન થવાની આાશંકા છે. 

શનિવારની રાતથી જ રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. 300 લોકોને રેડ ક્રોસ ઓફ હવાઇ ઇમરજન્સી શેલ્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. હવાઇ ઓથોરિટીએ જાહેર કરેલા વીડિયો ફૂટેજમાં ઓરેન્જ માગ્યા (લાવા) આસપાસનાં વિસ્તારમાં ફેલાતો જોવા મળી રહ્યો છે. શનિવારે 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે છેલ્લા 40 વર્ષોનો સૌથી મોટો ભૂકંપનો ઝટકો છે. કિલાઉ જ્વાળામુખી 6 લાખ વર્ષ જુનો છે.