લેક હાલ્લી (અમેરિકા): પશ્ચિમ વિસ્કોન્સિનમાં શનિવારે એક પીકઅપ ટ્રકે ચાર સ્કાઉટ બાળકીઓ અને તેમની સાથે હાજર એક બાળકીની માતાને કચડી નાખ્યાં હતા. આ ઘટનામાં ત્રણ બાળકીઓ અને મહિલાનું મોત થઇ ગયું છે, જ્યારે અન્ય એક બાળકી ખુબ ગંભીર અવસ્થામાં મિનિસોટાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ચાર બાળકીઓ અને મહિલા ગ્રામિણ રાજમાર્ગ પરથી કરચો ભેગો કરી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ બાળકી અને મહિલા, પાંચમાંથી કોઇપણના નામનો ખુલાસો કર્યો નથી. ચારે બાળકીઓ ટ્રૂપ 3500ની સભ્ચ અને ચૌથા ધોરણમાંની છાત્રા હતી. ગર્લ સ્કાઉટ્સ ઓફ ધ યૂએસએની સીઇઓ સિલ્વિયા એસવેડોએ રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે પશ્ચિમોત્તર ગ્રેટ લેક્સની ગર્લ સ્કાઉટ્સની આ બાળકીઓ અને પરિવાર માટે તે ખબુ દૂ:ખી છે.


તમને જણાવી દઇએ કે અમેરિકાની એક મહિલાની કાર કેટલાક દિવસ પહેલા એરિજોનામાં એક રાજમાર્ગથી નીચે પડી એક ઝાડ પર અટકી ગઇ હતી. મહિલા છ દિવસ પછી બચાવ દળને જીવતી મળી હતી. એરિજોનાના લોક સુરક્ષા વિભાગે એક સમાચાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે 12 ઓક્ટોબરે 53 વર્ષીય મહિલા રાષ્ટ્રીય રાજમાર્ગ 60ની નજીક વિકેનબર્ગથી પસાર થઇ રહી હતી. ગાડી પરથી તેનું નિયંત્રણ ગુમાવ્યા બાદ ગાડી નીચે જઇ પડી હતી. રાજ્યની પોલીસે જણાવ્યું કે મહિલા ગાડી રાડમાર્ગની રેલીંગ તોડી લગભગ 50 ફૂટ નીટે ખાઇમાં પડી એક ઝાડ પર અટકી ગઇ છે.


પોલીસે જણાવ્યું હતું કે આ દૂર્ધટનામાં કોઇ પુરાવો નથી અને મહિલાને શોધવામાં પ્રશાસનને 6 દિવસનો સમય લાગ્યો હતો. નિવેદનમાં જણાવ્યું હતું કે 18 ઓક્ટબરે એરિજોના રાજમાર્ગ પ્રબંધક દળે રાજમાર્ગની રેલીંગ ટૂટેલી છે અને ગાડીની નીચે ઝાડ પર અટકી જવા મળી હતી. ત્યારબાદ પ્રબંધક દળ અને પોલીસ કાર સુધી તો પહોંચી ગઇ પરંતુ કારમાં તેમણે કોઇ મળ્યુ ન હતું. પછી તેમણે કે રસ્તાઓ પર સોધવાનું શરૂ કર્યું જ્યાથી મહિલા નીચે ઉતરી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે 457 મીટર લાંબા રસ્તા પર ચાલી બચાવકર્મીઓને મહિલા મળી જેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...