બોર્ડર પર 4 ભારતીયોના દર્દનાક મોત, ઠંડીના લીધે ચારેય થીજી ગયા!
અમેરિકાને અડીને આવેલી કેનેડાની બોર્ડર પર એક દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે, ચારેય ભારતીય નાગરિક છે. મૃતકોમાં એક નવજાત શિશુ પણ સામેલ છે. જો કે, તેને માનવ તસ્કરી સંબંધિત કેસ કહેવામાં આવી રહ્યો છે.
ટોરોન્ટોઃ અમેરિકાને અડીને આવેલી કેનેડાની બોર્ડર પર એક દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે, ચારેય ભારતીય નાગરિક છે. મૃતકોમાં એક નવજાત શિશુ પણ સામેલ છે. જો કે, તેને માનવ તસ્કરી સંબંધિત કેસ કહેવામાં આવી રહ્યો છે.
બોર્ડર પર મળ્યા 4 ભારતીયોના મૃતદેહ
મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે ઇમર્સન નજીક કેનેડા-યુએસ સરહદની કેનેડિયન તરફથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી બે પુખ્ત વયના હતા, એક કિશોર અને એક નવજાત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે મૃતક ભારતથી આવ્યો હતા અને કેનેડાથી અમેરિકી સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના આસિસ્ટન્ટ કમિશનર જેન મેકક્લેચીએ ગુરુવારે કહ્યું: 'આજે હું જે જાણકારી શેર કરવા જઇ રહ્યો છું, તે ઘણા લોકો માટે સાંભળવી મુશ્કેલ છે, ચોક્કસપણે આ દુખદ ઘટના છે. તપાસના પ્રારંભિક તબક્કામાં એવું લાગી રહ્યું છે કે ઠંડીના કારણે તમામના મોત થયા છે.
મૃતક પાસે હતો બાળકનો સામાન
મેકક્લેચીએ જણાવ્યું હતું કે આરસીએમપીનું માનવું છે કે ચાર મૃતક તે ગ્રુપનો ભાગ હતા જેને સરહદ નજીકના યુએસ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ચારેય મૃતદેહ સરહદથી 9થી 12 મીટરના અંતરે મળી આવ્યા હતા.
અહેવાલો અનુસાર, મૈનટોબા આરસીએમપીને બુધવારે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મળી હતી કે ઇમર્સન નજીકના લોકોનું એક ગ્રુપ બોર્ડર પાર કરીને દાખલ થયું છે અને એક પુખ્ત વયના વ્યક્તિના હાથમાં બાળકના ઉપયોગની વસ્તુઓ છે. પરંતુ આ ગ્રુપમાં કોઈ નવજાત બાળક નથી.
Airport પર જતાં પહેલાં વાંચી લો જરૂરી સમાચાર, બદલાઇ રહ્યા છે Check In નિયમ
તસ્કરીના આરોપમાં એકની ધરપકડ
ત્યારબાદ તરત જ સરહદની બંને બાજુએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને બપોરે પુખ્ત પુરૂષ, મહિલા અને નવજાતના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે કિશોરનો મૃતદેહ થોડીવાર પછી મળી આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ ઓફ મિનિસોટાના અમેરિકી એટર્ની ઓફિસે જણાવ્યું હતું કે ફ્લોરિડાના 47 વર્ષીય સ્ટીવ શેન્ડની ધરપકડ કરવામાં આવી છે.
મૈનટોબા આરસીએમપી અનુસાર, આ લોકો કોઈની મદદથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું મૃત્યુ થયું કારણ કે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાપમાન માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. આ ચારેય લોકો શિયાળાની ઝપેટમાં આવી ગયા પરંતુ લાંબા અંતર, બર્ફીલા પવન અને અંધારાને પણ આ અકસ્માતનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube