અમેરિકા- કેનેડા બોર્ડર પર હચમચાવતી ઘટના; માસૂમ બાળક સહિત 4 ભારતીયો કાતિલ ઠંડીમાં થીજી ગયા
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.
ન્યૂયોર્કઃ અમેરિકા અને કેનેડા બોર્ડર પર એક હચમચાવી નાંખે તેવી એક ઘટના બની છે, જેમાં એક બાળક સહિત ચાર ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો અને તેમાં તમામના મોત થયા છે. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ ગુરુવારે જણાવ્યું હતું કે ગુરુવારે એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદ નજીક કેનેડિયન બાજુએ બે પુખ્ત, એક કિશોર અને એક શિશુ સહિત ચાર મૃતદેહ મળી આવ્યા હતા. હાલ આ ઘટનામાં એક મોટા અપડેટ મળી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળેલા પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે ઘટનામાં ભોગ બનનાર પરિવાર મૂળ ગુજરાતી હતો અને તેઓ ઉત્તર ગુજરાતનાં પટેલ પરિવારનાં હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube