Covishield વેક્સિન લેનારા યાત્રી કરી શકશે ફ્રાન્સની યાત્રા, કોવૈક્સીન પર હજુ કોઈ નિર્ણય નહીં
ફ્રાન્સે માત્ર કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધેલા યાત્રીકોને દેશમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોવૈક્સીનને લઈને હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે.
પેરિસઃ ફ્રાન્સ (France) એ ભારતમાં બનેલી કોરોના વાયરસની વેક્સિન કોવિશીલ્ડ (Covishield) નો ડોઝ લઈ ચુકેલા યાત્રીકોને દેશમાં આવવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય રવિવારથી લાગૂ થશે.
ફ્રાન્સના પ્રધાનમંત્રીએ આપ્યુ નિવેદન
પ્રધાનમંત્રી દ્વારા શનિવારે જારી નિવેદન પ્રમાણે આ સાથે ફ્રાન્સે કોરોના વાયરસના ડેલ્ટા પ્રકારના સંક્રમણને રોકવા અને હોસ્પિટલને દબાવથી બચાવવા માટે સરહદ પર તપાસ વધુ મજબૂત કરી દીધી છે. ફ્રાન્સે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા રસી લગાવનારને દેશમાં આવવાની મંજૂરી યુરોપીય યુનિયન દ્વારા માત્ર યૂરોપમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા રસીને માન્યતા આપવા પર થયેલી આલોચના બાદ આપી છે.
આ પણ વાંચોઃ Britain માં કોરોનાની તબાહી ફરી આવી, જાન્યુઆરી બાદ પ્રથમવાર 50 હજાર નવા કેસ
આફ્રિકી જેવા દેશ પહેલા આપી ચુક્યા છે માન્યતા
ઘણા યૂરોપના દેશો પહેલા જ ભારતમાં નિર્મિત એસ્ટ્રાઝેનેકા રસીને માન્યતા આપી ચુક્યા છે, જેનો મોટા પાયે બ્રિટન અને આફ્રિકામાં ઉપયોગ થઈ રહ્યો છે. દરેક દેશમાં અલગ-અલગ નિયમ હોવાને કારણે આ વર્ષે ગરમીની રજાઓમાં યાત્રા કરવી મુશ્કેલ થઈ ગઈ છે. ફ્રાન્સે અત્યાર સુધી ચીન કે રશિયાની રસીને માન્યતા આપી નથી. યુરોપીય યુનિયના ઔષધિ નિયામકે અત્યાર સુધી ફાઇઝર/બાયોએનટેક, મોડર્ના, જોનસન એન્ડ જોનસ અને એસ્ટ્રેઝેનેકા રસીને મંજૂર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube