ઈસ્લામાબાદઃ બલૂચિસ્તાનમાં આઝાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે... લાખોની સંખ્યામાં બલોચ પ્રદર્શનકારી ગ્વાદરમાં પ્રદર્શન કરી રહ્યા છે... આ લોકો અલગ બલોચ રાષ્ટ્રની માગણી કરી રહ્યા છે... જેના કારણે પાકિસ્તાની આર્મી અને સેના ડરી ગઈ છે... અને હંમેશાની જેમ અત્યાચાર સામે વિરોધના વંટોળને કચડવાના પ્રયાસમાં લાગી છે... પરંતુ બલોચ પર અત્યાચારની ચિંગારી હવે જ્વાળામુખી બની ગઈ છે... ત્યારે બલૂચિસ્તાનમાં કેવો વિરોધ થઈ રહ્યો છે?... જોઈશું આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના ફરી એકવાર ભાગલા થશે આ તેનું ટ્રેલર છે...
પાકિસ્તાન બલૂચિસ્તાનના લોકોનું દુશ્મન છે આ તેનો જીવંત પુરાવો છે... 
કેવી રીતે બલોચ લોકો પર અત્યાચાર કરવામાં આવે છે તેનો આ પુરાવો છે... 


બલૂચિસ્તાનના લોકોનો વિરોધ કરવો એ ગુનો ગણવામાં આવે છે... માણસાઈનો અવાજ ઉઠાવવો ગુનો બની ગયો છે... દ્રશ્યો જુઓ... નિર્દોષ બલૂચિસ્તાનના લોકો ગ્વાદરમાં જોડાવા માટે નીકળ્યા હતા... પરંતુ રસ્તામાં તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે... તેમની ગાડીઓના કાચ તોડવામાં આવી રહ્યા છે... ટાયર પર ગોળીઓ મારવામાં આવી રહી છે... 


બલૂચિસ્તાનના લોકો ગ્વાદરમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે... ગ્વાદરમાં લાખોની ભીડ ઉમટી રહી છે... જેના કારણે પાકિસ્તાનની શહબાઝ સરકારના હાથ-પગ ફૂલવા લાગ્યા છે... બલૂચિસ્તાનના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે તે પણ સમજી લો...


બલૂચિસ્તાનમાં લોકો નરસંહારનો વિરોધ કરી રહ્યા છે... 
પાકિસ્તાન અને ચીનનો પણ વિરોધ થઈ રહ્યો છે...
ચીનના ઈકોનોમિક કોરિડોરનો પણ વિરોધ થઈ રહ્યો છે...
પ્રાકૃતિક સંસાધનોના આડેધડ ઉપયોગથી લોકોએ બાંયો ચડાવી છે...
લોકો અલગ બલૂચિસ્તાનની માગણી કરી રહ્યા છે...
અલગ રાષ્ટ્ર માટે જનમત સંગ્રહ કરાવવાનો અવાજ ઉઠાવી રહ્યા છે...


આ વિરોધના વંટાળનો અર્થ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશ પછી બલૂચિસ્તાનના પણ ટુકડે-ટુકડા થવાની શક્યતા છે... કેમ કે આટલાં વર્ષો સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતાં અત્યાચાર સામે લોકોના રોષની ચિંગારીએ હવે જ્વાળામુખીનું રૂપ લઈ લીધું છે... જે આખા પાકિસ્તાનને ભસ્મ કરવાની તૈયારીમાં છે.