Baba Vanga: પૃથ્વીના અંતથી લઈને ભારતમાં દુકાળ સુધી, બાબા વેંગાની 5 આશ્ચર્યજનક ભવિષ્યવાણીઓ
Baba Venga Predictions: બાબા વેંગાના નિધનને આશરે 27 જેટલા વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે પણ તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓની ચર્ચા થાય છે.
Baba Venga News: બાબા વેંગાનું નામ દુનિયાના પ્રસિદ્ધ ભવિષ્યવક્તાઓમાં ગણવામાં આવે છે. બાબા વેંગાનું નિધન 11 ઓગસ્ટ 1996માં થઈ ગયું હતું પરંતુ તેમની ભવિષ્યવાણીઓ આજે પણ ચર્ચાનો વિષય બનેલી છે. તેમની આ જાણીતી ભવિષ્યવાણીઓમાં પૃથ્વીનો વિનાશ, યુદ્ધો અને આપદાઓ સાથે જોડાયેલી છે. આવો જાણીએ તેમની કેટલીક ભવિષ્યવાણીઓ વિશે....
દુનિયાના ખાત્માની ભવિષ્યવાણી
ધ સનના રિપોર્ટ અનુસાર બાબા વેંગાએ દુનિયાની સમાપ્તિને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 5079માં દુનિયા ખતમ થઈ જશે.
2023માં કંઈક મોટું થશે
બાબા વેંગાની આ એક ભવિષ્યવાણી હતી કે 2023માં પૃથ્વીની કક્ષા બદલી જસે. તેની પૃથ્વી અને પૃથ્વીવાસીઓ પર સીધી અસર પડશે.
આ પણ વાંચોઃ જિમ બની ગયું રણનું મેદાન, બે યુવતીઓ વચ્ચે મારામારી, એકબીજાના વાળ ખેંચ્યા, જુઓ વીડિયો
ભારત વિશે ડરાવનારી ભવિષ્યવાણી
જાણવા મળી રહ્યું છે કે બાબા વેંગાએ ભારત વિશે પણ એક ભવિષ્યવાણી કરી હતી. ભારતમાં 2022માં ભુખમરો અને દુકાળ પડશે. દુનિયાભરમાં તાપમાન નીચુ આવશે અને તેની અસર ભારત પર થશે. ભારતમાં પાક પર તીડનો હુમલો થશે જેનાથી ભૂખમરો ફેલાશે.
પોતાના મોતની ભવિષ્યવાણી
બાબા વેંગાના અનુયાયિઓનું માનવું છે કે તેમણે પોતાના મૃત્યુની સટીક તારીખની ભવિષ્યવાણી કરી હતી. તે સપનું જોઈ રહ્યાં હતા કે તે 11 ઓગસ્ટે મરી જશે અને 13 ઓગસ્ટે તેમને દફનાવવામાં આવશે.
બરાક ઓબામાને લઈને ભવિષ્યવાણી
એક દાવો તે પણ કરવામાં આવે છે કે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ એક આફ્રિકન-અમેરિકન હશે. નોંધનીય છે કે અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube