નવી દિલ્હી: ટાન્ઝાનિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી જેમાં 57 લોકોના મોત થયાં. મળતી માહિતી મુજબ દેશના મોરોગોરોમાં એક રોડ અકસ્માત બાદ ઓઈલ ટેન્કરમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યાં. અત્રે જણાવવાનું કે મોરોગોરો શહેર ટાન્ઝાનિયાની રાજધાની દાર એ સલામથી 200 કિલોમીટર દૂર છે. સ્થાનિક પોલીસના પ્રમુખ વિલ્બ્રોડ મટાફુંગવાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અહીં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધી 57 લોકો માર્યા ગયાં. પોલીસ પ્રમુખે એમ પણ જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાંથી મોટાભાગના લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલા ઓઈલને લેવા આવ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસ્તા પર પલટી ગયા બાદ ફાટ્યું હતું ટેન્કર
આ ઘટના અંગે પોલીસે પોતાના અધિકૃત નિવેદનમાં જણાવ્યું કે ડાર એસ સલામના પશ્ચિમમાં એક રસ્તા પર ઓઈલ ટેન્કર પલટી ગયા બાદ ફાટ્યું હતું જેમાં 57 લોકોના મોત થયાં. આ ઘટના ટાન્ઝાનિયાના મોરોગોરો શહેર પાસે થઈ. પોલીસે આ અંગે એમ પણ કહ્યું કે આ વિસ્ફોટ એક સિગારેટના કારણે થયો હોઈ શકે છે કારણ કે લોકો ત્યાં ટેન્કરમાંથી લીક થયેલા ઓઈલને લેવા માટે ભેગા થયા હતાં. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...