પોર્ટ-ઔ-પ્રિન્સઃ હેતીમાં એક તેલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. ધમાકો એટલો જોરદાર હતો કે દૂરના વિસ્તારોમાં પણ તેનો અવાજ સંભળાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલોમાં નથી સુવિધાઓ
પ્રધાનમંત્રી એરિયલ હેનરીએ મંગળવારે કહ્યુ કે, વિસ્ફોટ કૈપ-હૈતીયન શહેરમાં થયો. તેમણે કહ્યું કે, તે આ ઘટનાથી દુખી છે. પોલીસ તરફથી ઘટના વિશે તત્કાલ કોઈ અન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. 


લો નોવેલિસ્ટે અખબારે જાણકારી આપી કે દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલોમાં જરૂરી વસ્તુની કમી છે. ડોક્ટર કૈલહિલ ટ્યૂરેને અખબારને કહ્યું- અમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કૈપ-હૈતીયનમાં કામ કરનાર સિવિલ એન્જિનિયર ડેવ લારોજે જણાવ્યુ કે, તે બપોરે લગભગ એક કલાકે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેણે એમ્બ્યુલન્સ આવતી જોઈ અને રસ્તા પર લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું. 


આ પણ વાંચોઃ ઓમિક્રોન વેરિએન્ટ પર WHO એ કહી ચિંતાજનક વાત, મૃત્યુદરમાં થઈ શકે છે વધારો  


બ્લાસ્ટ બાદ તેલની લૂટ
લારોજે જણાવ્યુ કે, કેટલાક લોકો ઘટના બાદ ટ્રકમાંથી અને રસ્તાઓ પરથી ડોલો ભરીને તેલ પોતાના ઘરે લઈને જઈ રહ્યા હતા. તેણે કહ્યું- અમારો દેશે જે તબક્કામાં પસાર થઈ રહ્યો છે, તે ખુબ દુખદાયી છે. તેલ ટેન્કરમાં વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે હૈતી  તેલની ભારે કમી અને તેના ભાવમાં સતત વધારાનો સામનો કરી રહ્યું છે. 


હૈતીના પૂર્વ પ્રધાનમંત્રી ક્લોડ જોસફે દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ- હું ખુબ દુખી છું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube