G20 Summit: બાલીમાં ભારતીય મૂળના લોકોને બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે ભારત
G20 Summit in Bali: જી-20 સમિટમાં ભાગ લેવા બાલી પહોંચેલા પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. બાલીના જે હોલમાં પીએમ મોદીનું સંબોધન હતું ત્યાં પહોંચતા લોકોએ મોદી-મોદી, ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.
બાલીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સંમેલન દરમિયાન બાલીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે જે જગ્યાની સાથે ભારતનો હજારો વર્ષનો સંબંધ રહ્યો છે, જ્યાં અનેક પેઢીઓ પસાર થઈ, પરંતુ જ્યાં લોકોએ પોતાની પરંપરાને જીવંત રાખી ત્યાંના લોકો, તે ધરતી પર આવીને એક અલગ આનંદ મળે છે. પીએમ મોદીએ કહ્યું કે, અનેક પેઢી પસાર થઈ ગઈ પરંતુ તમે ક્યારેય પોતાની પરંપરાને દૂર થવા દીધી નથી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે જ્યારે હું તમને અહીં સંબોધિત કરી રહ્યો છું તો અહીંથી 1500 કિલોમીટર દૂર ભારતના કટકમાં બાલી જાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધની નિશાની છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણે હંમેશા વાતચીતમાં કહીએ છીએ કે આ નાની દુનિયા છે. ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોને લઈને વાત ફિટ બેસે છે. દરિયાના વિશાળ મોજાઓએ ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોની લહેરોની જેમ ઉમંગથી ભરી અને જીવંત રાખી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube