પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં શરૂ થઈ રહેલા G-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે રવાના થઈ રહ્યા છે. ઈન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિની ખાસ ઝલક જોવા મળે છે. રાજધાની બાલીના તોહફાટી વિસ્તારમાં ભગવાન રામ અને તેમની વાનર સેનાની ઘણી મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. 


બાલીમાં રામાયણની ઝલક
ઈન્ડોનેશિયામાં રામાયણ અને રામકથા ઉપરાંત મહાભારત સંલગ્ન અદભૂત તસવીરો જોવા મળે છે. બાલીના તોહફાટી વિસ્તારમાં ભગવાન રામને વાનર સેના સાથે લંકા જવા માટે રામસેતુનું નિર્માણ કરતા દેખાડવામાં આવ્યા છે. આ મૂર્તિઓ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે ભગવાન રામે લંકા જવા માટે વાનર સેના સાથે કઈ રીતે રામ સેતુનું નિર્માણ કર્યું હતું અને કેવી રીતે તેમણે લંકા પર ચડાઈ કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube