રોમઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ઇટલીના પાંચ દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રોમમાં જી20 સંમેલનમાં ભાગ લેશે. શનિવારે તેઓ રોમના રોમા કન્વેન્શન સેન્ટર પહોંચ્યા જ્યાં જી20 સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. અહીં પીએમ મોદીએ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે અનઔપચારિક રૂપથી મુલાકાત કરી અને કેટલીક તસવીરો ખેંચાવી હતી. આ તસવીરોમાં પીએમ મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં દોસ્તાના અંદાજમાં જોવા મળી રહ્યા છે. 


તસવીરોમાં જોઈ શકાય છે કે બાઇડેન અને મૈક્રોં ખુબ ગર્મજોશીથી પીએમ મોદીને મળી રહ્યા છે. ફોટોમાં પીએમ મોદી અને બાઇડેન એકબીજાના ખભા પર હાથ રાખી અને મુઠી બંધ કરી જોવા મળ્યા હતા. આ તસીવોરથી ભારત, અમેરિકા અને ફ્રાન્સની મજબૂત દોસ્તીનો અંદાજ લગાવી શકાય છે. આ દરમિયાન બધા નેતાઓએ ફેમેલી ફોટોમાં પણ ભાગ લીધો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાધી ખુદ પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube