નવી દિલ્હીઃ PM Moid In G20 Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલન દરમિયાન કહ્યુ કે, ભારત વર્ષ 2022ના અંત સુધી પાંચ બિલિયન (પાંચ સો કરોડ) કોરોના વેક્સીનના ડોઝનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીના નિવેદનનો હવાલો આપતા વિદેશ સચિવ હર્ષવર્ધન ઋૃંગલાએ કહ્યુ કે, વેક્સીનના ડોઝ મોટા સ્તર પર દુનિયા માટે ઉપલબ્ધ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ સચિવ હર્ષવર્ધન ઋૃંગલાએ કહ્યું કે G-20 સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં ભારતના યોગદાનને રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં ભારતના 'વન અર્થ, વન હેલ્થ' વિઝન વિશે વાત કરી હતી. G20 સત્રમાં, PM મોદીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારતના કડક આર્થિક સુધારા અંગે ચર્ચા કરી.


પીએમ મોદીએ G-20 દેશોને ભારતને આર્થિક સુધારા, સપ્લાય ચેઈન વૈવિધ્યકરણમાં તેમનો ભાગીદાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, "વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે આવતા વર્ષના અંત સુધીમાં રસીના પાંચ અબજથી વધુ ડોઝ બનાવવા માટે તૈયાર છીએ, તે ફક્ત આપણા માટે જ નહીં પરંતુ વિશ્વને ઉપલબ્ધ થશે."


આ પણ વાંચોઃ PM મોદીને મળ્યા બાદ પોપ ફ્રાન્સિસે ભારત આપવાના આમંત્રણનો કર્યો સ્વીકાર, કહી આ વાત


વિદેશ સચિવ ઋૃંગલાએ જણાવ્યું કે પીએમ મોદીએ મીટિંગમાં કહ્યું કે અમને વિશ્વાસ છે કે WHO દ્વારા કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી અમને અન્ય દેશોની મદદ કરવાનું સરળ બનાવશે.


મોદી ઈટાલીના પીએમને મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. મીટિંગ પછી, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ હિન્દીમાં ટ્વીટ કર્યું, "અમે ભારત સાથે પર્યાવરણ, સ્વાસ્થ્ય અને નવીનતા માટે સમાન મહત્વાકાંક્ષાઓ શેર કરીએ છીએ. અમે નક્કર પરિણામો તરફ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube