બર્લિનઃ G7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મજાક ઉડાવી છે. જર્મનીમાં આ નેતાઓએ લંચ દરમિયાન પુતિનની તે તસવીરને લઈને મજાક બનાવી, જેમાં તે શર્ટ પહેર્યા વગર છે. તેની છાતી દેખાઈ રહી છે અને તે ઘોડા પર સવારી કરી રહ્યાં છે. G7 નેતાઓનો મજાક ઉડાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મજાકનો વીડિયો તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે રશિયા-યુક્રેનનું યુદ્ધ પાંચમાં મહિનામાં પહોંચી ગયું છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પશ્ચિમી ગઠબંધનને એક બનાવી રાખવાના પ્રયાસમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

G7 નેતાઓ સાથે ટેબલ પર બેસતા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને મજાકની શરૂઆત કરી. તેમણે કહ્યું- 'જેકેટ પહેરો? જેકેટ ઉતારો? શું આપણે કપડા ઉતારી દઈએ?' તેના પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ, ફોટો ખેંચાવાની રાહ જુઓ. તેના પર બોરિસ જોનસને ફરી કહ્યું- આપણે તે દેખાડવું પડશે કે આપણે (શરીર) પુતિનથી વધુ મજબૂત છીએ. બાદમાં આ નેતાઓની તસવીર પણ સામે આવી, જેમાં તેમણે પોતાનું જેકેટ ઉતારી રાખ્યું છે. 


G7 Summit Germany: જર્મનીમાં PM મોદીએ કહ્યું- ભારત 'કરવું છે' 'કરવું જ છે' અને 'સમય પર કરવું છે'ના સંકલ્પ પર અગ્રેસર


G-7 નેતાઓ ભેગા થયા રશિયા પર પ્રહાર
પરંતુ બાઇડેન સતત રશિયાના હુમલાની નિંદા કરતા રહ્યા છે. આ પહેલા બાઇડેને રશિયાના હુમલાને બર્બરતા ગણાવ્યો હતો. જી7 નેતાઓના સત્તાવાર સ્વાગત સમારોહમાં તેમણે કહ્યું કે રશિયા પોતાની બર્બરતા દેખાડી રહ્યું છે. જર્મનીમાં જી7 નેતાઓના ભેગા થયા બાદ યુક્રેને પોતાના હુમલામાં તેજી લાવી છે. રશિયાની સેનાએ ઘણા સપ્તાહ બાદ રાજધાની કીવ પર હુમલો કર્યો. તેમાં લગભગ બે આવાસીય ભવન તબાહ થઈ ગયા. G-7 સમિટમાં રશિયાનો હુમલો મુખ્ય મુદ્દો હશે. મેડ્રિગમાં નાટોની પણ બેઠક થશે, જેમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો મુખ્ય મુદ્દો હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube