G7 Summit: યુક્રેન યુદ્ધ મારા માટે માનવતાનો મુદ્દો, સમાધાન માટે પ્રયાસ કરીશું.. ઝેલેન્સ્કીને મળી બોલ્યા પીએમ મોદી

PM Modi Meets Volodymyr Zelenskyy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે હિરોશિમામાં મુલાકાત થઈ છે. બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે.
હિરોશિમાઃ PM Modi Meets Volodymyr Zelenskyy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમાના પ્રવાસે છે. આ વચ્ચે શનિવાર (20 મે) એ હિરોશિમામાં જી-7 શિખર સંમેલનથી ઇતર પ્રધાનમંત્રી મોદી અને યુક્રેનના રાષ્ટ્રકપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ છે.
આ દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર ઝેલેન્સ્કીને કહ્યુ કે, આ અમારા માટે માનવીય મૂલ્યોનો મુદ્દો છે. તેના સમાધાન માટે ભારત અને વ્યક્તિગત રૂપથી અમારાથી જે થઈ શકશે તે જરૂર કરીશું. બંને નેતાઓ વચ્ચે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુક્રેન-રશિયા યુદ્ધ બાદ પ્રથમ મુલાકાત છે.
શું બોલ્યા પીએમ મોદી
ઝેલેન્સ્કી સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે યુક્રેન યુદ્ધ દુનિયામાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થવ્યવસ્થા કે રાજનીતિનો મુદ્દો માનતો નથી. મારા માટે આ માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુદ્ધના સમાધાન માટે જે કરી શકીએ તે કરીશું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube