સાઓ પાઉલોઃ બ્રાઝીલના ઉત્તરી રાજ્ય પારામાં એક જેલમાં સોમવારે ગેંગવોર ફાટી નિકળી હતી. આ ગેંગવોરમાં 57 કેદીનાં મોત થઈ ગયા છે. સમાચાર એજન્સી એફેના રિપોર્ટ અનુસાર, રાજ્યની રાજધાની બેલેમથી લગભગ 850 કિમી દૂર આવેલી અલ્ટામીરા જેલમાં લગભગ 5 કલાક સુધી ગેંગવોર ચાલી હતી. અંતે વિવિધ સરકારી એજન્સીઓના સંયુક્ત પ્રયાસ પછી તેના પર કાબુ મેળવી શકાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેંગવોર એવી ભયાનક હતી કે તેમાં 16ના તો માથાં ધડથી કાપી નાખવામાં આવ્યા હતા. એક ગેંગ દ્વારા એક સેલમાં આગ લગાવી દેવાના કારણે 41 કેદીના ધૂમાડામાં ગુંગળાઈ જવાના કારણે મોત થયા હતા. જેલર જારબાસ વાસ્કોનસેલોસે પત્રકારોને જણાવ્યું કે, "બીજી ગેંગનો સફાયો કરવા માટે સ્થાનિક ગેંગે જેલ પર હુમલો કર્યો હતો. તેમણે જેલમાં ઘુસી જઈને મારામારી શરૂ કરી અને આગ લગાવી દીધી હતી."


પાકિસ્તાનના રાવલપિંડીમાં ક્રેશ થયું સેનાનું વિમાન, 15 લોકોના મોત


જેલ મેનેજમેન્ટે જણાવ્યું કે, "જેલના એક ભાગમાં કેદીઓ નાસ્તો કરવા એક્ઠા થયા હતા, ત્યારે બીજા સેલમાંથી આવેલા હુમલાખોરોએ દેશી હથિયારો વડે પોતાના દુશ્મનો પર હુમલો શરૂ કરી દીધો હતો. હુમલા દરમિયાન બંધક બનાવાયેલા બે કર્મચારીઓને સુરક્ષિત છોડાવી લેવાયા છે. બે અન્ય સુરક્ષા કર્મચારીને ઈલાજ માટે હોસ્પિટલ ખસેડાયા છે."


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....