અદાણી ગ્રુપના CFO એ રજૂ કર્યો પોતાનો પક્ષ, કહ્યું- આ ફક્ત `આરોપ`, અભ્યાસ બાદ જવાબ આપીશું
Adani Group CFO Statement: અદાણી ગ્રુપના CFO જુગેશિન્દર સિંહ (Jugeshinder Singh)એ એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે લખ્યું કે અદાણી ગ્રુપની કોઈ કંપની પર સીધા આરોપ નથી. કેસની તપાસ ચાલુ છે અને ગ્રુપ તરફથી તેના પર અધિકૃત પ્રતિક્રિયા યોગ્ય સમયે આપવામાં આવશે.
Adani Group CFO Statement: હિંડનબર્ગ રિપોર્ટ, અમેરિકામાં કેસ અને સેબી...આ બધાને જોતા એવું લાગી રહ્યું છે કે અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી થી. અમેરિકાની એક કોર્ટે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ ભારતમાં શેર બજારને રેગ્યુલેટ કરતી સેબી (SEBI) અદાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી શકે છે. આ બધા વચ્ચે અદાણી ગ્રુપના CFO જુગેશિન્દર સિંહ (Jugeshinder Singh)એ એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે લખ્યું કે અદાણી ગ્રુપની કોઈ કંપની પર સીધા આરોપ નથી. કેસની તપાસ ચાલુ છે અને ગ્રુપ તરફથી તેના પર અધિકૃત પ્રતિક્રિયા યોગ્ય સમયે આપવામાં આવશે.
બે દિવસ પહેલા જ ખબર પડી-કઈંક ગડબડ છે
CFO જુગેશિન્દર સિંહ તરફથી પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તમે લોકોએ અદાણી ગ્રુપ સંલગ્ન અનેક સમાચારો સાંભળ્યા હશે. આ મામલો ખાસ કરીને Adani Green ના એક કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલો છે. આ અદાણી ગ્રીનના કુલ બિઝનેસનો માત્ર 10 ટકા છે. સિંહે લખ્યું કે આ મામલે વિસ્તૃત અને સટીક જાણકારી એક યોગ્ય પ્લેટફોર્મ પર શેર કરાશે. અમને આ અંગે માત્ર બે દિવસ પહેલા જ ખબર પડી કે કઈક ગડબડ છે. જો કે અમને તે અંગે પહેલેથી કઈક શક હતો અને અમે ફેબ્રુઆરી 2024માં જે દસ્તાવેજો બહાર પાડ્યા હતા તેના વિશે પણ લખ્યું હતું. તે 31 માર્ચ 2023ના રોજ અમારા વાર્ષિક રિપોર્ટ બાદ અમારી કોઈ પણ કંપની કે તેના સહયોગીઓ તરફથી પહેલીવાર સાર્વજનિક રીતે બહાર પાડવામાં આવેલા દસ્તાવેજ હતા.
સબસિડરી કંપનીઓ પર કોઈ ખોટા કામનો આરોપ નથી
અદાણી ગ્રુપની 11 સાર્વજનિક કંપનીઓમાંથી કોઈ પણ હાલમાં DOJ (ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ) ના legal filingsમાં "defendant" નથી. CFO એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કંપની કે તેની સહાયક કંપનીઓ પર કોઈ પ્રકારના ખોટા કામનો આરોપ નથી. CFO એ કહ્યું કે અનેક રિપોર્ટ્સ અને ખબરો બીજા કેસ સાથે જોડાઈને સમાચાર બની રહ્યા છે. તેમણે અપીલ કરી કે આ કેસ પર ગ્રુપ તરફથી વિસ્તૃત પ્રતિક્રિયા યોગ્ય સમયે આપવામાં આવશે.
આ ફકત આરોપ છે
CFO જુગેશિન્દર સિંહે જણાવ્યું કે DOJ ના વકીલો મુજબ આ ફક્ત આરોપ છે. કાનૂની ભાષામાં આરોપીને નિર્દોષ ગણવામાં આવે છે. અદાણી ગ્રુપ આ સમગ્ર મામલાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે. કાનૂની સલાહ બાદ જ સાર્વજનિક રીતે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવશે. CFO એ એમ પણ કહ્યું કે ગ્રુપ સંપૂર્ણ પારદર્શકતા સાથે વિસ્તૃત જવાબ આપશે.