લંડન: દુનિયામાં હાલ તો ભારતની બોલબાલા થઈ રહી છે. કારણ કે બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં જીતનારા બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો અને તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ એક નવો રેકોર્ડ બન્યો છે. સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. વડાપ્ધાન બોરિસ જ્હોન્સનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટી માટે 1935 બાદ આ સૌથી ખરાબ ચૂંટણી પરિણામ છે. ચૂંટણીમાં કુલ 650 બેઠકોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 365 બેઠકો મળી છે. કેટલીક જગ્યાએ તો દક્ષિણપંથી પાર્ટીએ લેબર પાર્ટીના ઉમેદવારોના ગઢના કાંકરા પણ ખેરવી દીધા છે. લેબર પાર્ટીને ફાળે 203, SNPને 48, લિબરલ ડેમોક્રેટ્સને 11 અને DUPને 8 મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત, લેબર પાર્ટીનું ધોવાણ


કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જ્હોન્સને કલમ 370 પર ભારતના વલણનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે જેરેમી કોર્બિને કાશ્મીર પર ભારત દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણય અંગે ભારત સરકારના વિરોધમાં પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો. આ સાથે જ કાશ્મીરમાં તણાવ ઘટાડવા અને ભય તથા હિંસાને રોકવાની શીખામણ પણ આપી હતી. કોર્બિને કહ્યું હતું કે ભારત સરકારે કાશ્મીરના લોકોને પોતાને નિર્ણય કરવા દેવો જોઈએ. 


પરિણામોથી નિરાશ લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બિને જાહેરાત કરી કે તેઓ ભવિષ્યમાં સામાન્ય ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે નહીં. લેબર પાર્ટીએ આ અગાઉ 1935માં પાર્ટીએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું જ્યારે સૌથી ઓછી બેઠકો 154 મળી હતી. 1983માં પણ પાર્ટીને માત્ર 209 બેઠકો મળી હતી. 


બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત


આ નવો જનાદેશ હાલના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના નેતૃત્વમાં મેળવ્યો છે. તેઓ એકવાર ફરીથી બ્રિટનના વડાપ્રધાન બનશે અને યુરોપથી અલગ  કરનારી બ્રેક્ઝિટ ડીલ લાગુ કરી શકશે. બોરિસ જ્હોન્સનને  હિન્દુ અને ભારતીયોના સમર્થક ગણવામાં આવે છે. એવું લાગે છે કે તેમને આ વખતે ભારતીયોનું મોટા પાયે સમર્થન મળ્યું છે. આમ તો તેઓ ઘણીવાર પોતાની જાતને ભારતનો જમાઈ ગણાવી ચૂક્યા છે. તેમણે ચૂંટણી પ્રચારમાં આ વખતે હિન્દી ગીતો પણ ખુબ ગાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. આ વખતે ચૂંટણીમાં ભારતીય મૂળના 15 ઉમેદવારો પણ જીત્યા છે. 


જેમાં પ્રીતિ પટેલ, ઋષિ સુનક, પ્રીતિકૌર ગિલ, તનમનજીત સિંહ, વીરેન્દ્ર શર્મા, અને વેલેરી વૈઝ સામેલ છે. બ્રિટનના પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે પણ વિટહેમથી ભવ્ય જીત મેળવી છે. આ વખતે પણ તેઓ જ્હોન્સનની ટોપ ટીમનો ભાગ રહેશે. આ ઉપરાંત પૂર્વ મંત્રી આલોક શર્માએ પણ રીડિંગ વેસ્ટ સીટથી જીત મેળવી છે. ગોવા મૂળના કોર્ટિન્હોએ જીત બાદ કહ્યું કે હાલનો સમય બ્રેગ્ઝિટને અંજામ સુધી પહોંચાડવાનો છે. તેમણે સરે ઈસ્ટ બેઠકથી જીત મેળવી છે. મોહિન્દ્રાએ પણ હર્ટફોર્ડશર સાઉથ વેસ્ટ સીટથી જીત મેળવી છે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube