GK Quiz: આપણે સહુ જાણીએ છીએ કે આજના સમયમાં દુનિયાનાં અનેક ધર્મો છે અને તેને માનનારાઓની સંખ્યા પણ અલગ અલગ છે. જેમ કે દુનિયામાં સૌથી વધુ પાળવામાં આવતો ધર્મ ખ્રિસ્તિ છે. ત્યારબાદ ઈસ્લામનો નંબર આવે છે. ઈસ્લામ ધર્મને માનનારા લોકો મુસલમાન કહેવાય છે. દુનિયામાં આ ધર્મને માનનારો વર્ગ પણ કરોડોની સંખ્યામાં છે. તમને દુનિયાના દરેક દેશમાં કોઈને કોઈ મુસ્લિમ તો મળી જ જાય. પરંતુ દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં એક પણ મુસલમાન નથી. અહીં તમને મુસલમાન જોવા નહીં મળે. શું તમે જણાવી શકશો કે દુનિયામાં એવો એક માત્ર દેશ જ્યાં તમને એક પણ મુસલમાન જોવા નહીં મળે? ખાસ જાણો તેના વિશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશમાં એક પણ મુસલમાન નથી
વાત જાણે એમ છે કે દુનિયાનો એવો એકમાત્ર દેશ વેટિકન સિટી છે. જે ઓફિશિયલી દુનિયાનો સૌથી નાનો દેશ છે. અહીં તમને એક પણ મુસલમાન જોવા મળશે નહીં. તેનું સૌથી મોટું કારણ એ છે કે અહીં ફક્ત ખ્રિસ્તિ ધર્મગુરુઓનુ શાસન ચાલે છે. આ કારણે અહીં કોઈ પણ મુસલમાન વ્યક્તિ રહેતા નથી. 


કોઈ સેના નથી
વેટિકન સિટીની વાત કરીએ તો આ યુરોપના દેશ ઈટલીની રાજધાની રોમની અંદર જ વસેલુ છે. આ ઉપરાંત આ દશની પોતાની કોઈ સેના પણ નથી. આ દેશની રક્ષા ઈટલીની સેના જ કરે છે. દેશની સુરક્ષા માટે સ્વિસ ગાર્ડ્સ તૈનાત કરાયા છે. જે વેટિકન સિટીના લોકોના પાસપોર્ટ અને તેમની નાગરિકતાની જવાબદારી સંભાળે છે. અત્રે જણાવવાનું કે આજથી અનેક વર્ષો પહેલા વેટિકન સિટીની રક્ષા કરવા માટે પોપ્સ (ખ્રિસ્તિ ધર્મ ગુરુ) દ્વારા સ્વિસ મિશનરી તૈયાર કરાઈ હતી. 


માત્ર 400 લોકો રહે છે
આ ઉપરાંત જેમ અમે તમને જણાવ્યું તેમ વેટિકન સિટી ઓફિશિયલી દુનિયાનો સૌથી નાનો દેશ છે. તેની વસ્તી પણ ખુબ ઓછી છે. વર્ષ 2019ના આંકડા મુજબ અહીં ફક્ત 453 લોકો જ રહે છે. જ્યારે વેટિકન સિટીના અનેક નાગરિકો વિદેશમાં પણ રહે છે. જેમની સંખ્યા આંકડા મુજબ લગભગ 372 છે. 


ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર ન નીકળતા


'INDIA' માં સામેલ પક્ષના કાર્યકરોની નારેબાજી-હિન્દુઓને મંદિર સામે ફાંસી પર લટકાવીશું


2700 કરોડ ખર્ચ, ઓપેરા હાઉસ કરતાં મોટું, કેવું છે 123 એકરમાં ફેલાયેલું IECC સેન્ટર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube