બર્લિનઃ નવી દિલ્હીમાં શુક્રવારે એક કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) ની પ્રશંસા કરવી જર્મનીના નેવી ચીફ અચિમ શોનબૈક (Kay-Achim Schönbach) ને ભારે પડી છે. આ પ્રશંસા બાદ ચારે તરફથી આવેલા દબાવ બાદ તેમણે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે શનિવારે મોડી રાત્રે પોતાના નૌસેના પ્રમુખનું આ પદ છોડી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે નવી દિલ્હીમાં એક થિંક ટેંક કાર્યક્રમમાં જર્મનીના નેવી ચીફ કે-અચિમ શોનબૈક પણ હાજર હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી હતી. તેમનો આ પ્રશંસાવાળો વીડિયો વાયરલ થઈ ગયો ત્યારબાદ તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે. શોનબૈકે યૂક્રેન સંકટ  (Ukraine Crises) વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનની સાથે સંબંધ બનાવવાની વિનંતી કરી હતી.


Video: જ્યારે ટીવી પર Live હતી મહિલા રિપોર્ટર તો કારે પાછળથી મારી ટક્કર, છતાં ન છોડ્યું રિપોર્ટિંગ


જર્મનીના રક્ષા મંત્રીએ માંગ્યુ હતું રાજીનામું
યૂક્રેન સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિની પ્રશંસા પર રક્ષા મંત્રી ક્રિસ્ટીન લૈંબ્રેચે પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા નૌસેના પ્રમુખ અચિમ શોનબૈકનું રાજીનામુ માંગી લીધુ હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજીનામાની માંગ બાદ શોનબૈકે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube