ઝી બ્યૂરો, અમદાવાદઃ જર્મનીમાં પોલીસને અરબો રૂપિયાનો સાયબર ખજાનો હાથે લાગ્યો છે. પરંતુ આટલો મોટો ખજાનો હાથે લાગ્યા પછી પણ કોઈ ફાયદો નથી. ખજાનાનો ઉપયોગ ક્યાંય થઈ શકે તેમ નથી. આ ખજાનો પાસવર્ડથી સુરક્ષિત છે. જ્યાં સુધી પાસવર્ડ નહીં મળે ત્યાં સુધી પોલીસ ખજાનાને અડી પણ નહીં શકે. મહત્વની વાત એ છે કે આ પાસવર્ડની જાણકારી એક આરોપી પાસે છે. આ આરોપી પોલીસની પકડમાં જ છે પરંતુ આ શાતીર પોલીસને કોઈ માહિતી નથી આપી રહ્યો. જર્મની પોલીસ અને સરકારી એજન્સીએ એક સાયબર ક્રમિનિલને 4 અરબ 36 કરોડ 72 લાખના બિટકોઈન સાથે ધરપકડ કરી છે. જર્મનીની એજન્સીઓની હવે એક જ તકલીફ છે. અને એ છે પાસવર્ડ. બિટકોઈન મેળવવા માટે પાસવર્ડની જરૂર હોય છે જે તેમની પાસે છે નહીં.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિજિટલ વોલેટમાં સ્ટોર થાય છે બિટકોઈન
બિટકોઈન એક વર્ચૂઅલ કરન્સી છે. જેને ડિજિટ કરન્સી પણ કહી શકાય. આ કરન્સીને આપણે જોઈ કે અડી નથી શક્તા. પરંતુ તેનો ઉપયોગ લેવડ દેવડ માટે થઈ શકે છે. આ બિટકોઈને ડિજિટલ વોલેટમાં સ્ટોર કરવામાં આવે છે અને માત્રને માત્ર પાસવર્ડથી ખોલી શકાય છે. જો પાસવર્ડ નથી તો બિટકોઈન કોઈ કામના નથી. 


સંપૂર્ણ મામલો
હકીકતમાં જે વ્યક્તિ પાસે બિટકોઈનનો પાસવર્ડ છે તે વ્યક્તિને પોલીસે સાયબર ક્રાઈમના આરોપમાં 2 વર્ષ સુધી જેલમાં ધકેલી દિધો છે. અને પોલીસે તેની પાસેથી 1700 બિટકોઈન જપ્ત કર્યા છે. પોલીસે આ બિટકોઈનને અનલોક કરવાના લાખ પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયત્નોનો કોઈ ફાયદો થયો નહીં. 


સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર આરોપીને પાસવર્ડ અંગે અનેક વખત પુછવામાં આવ્યું પરંતુ તે કોઈ જવાબ નથી આપી રહ્યો. શક્યતા છે કે તેને બિટકોઈનના પાસવર્ડ વિશે કઈ ખબર પણ ના હોય. આ શખ્સ પર આરોપ છે કે તેણે ચોરી છુપી લોકોના કોમ્પ્યુટરમાં સોફ્ટવેર નાખ્યું અને બીજા લોકોના બિટકોઈન ચોરી કર્યા. આરોપીએ જ્યારે બિટકોઈનની ચોરી કરી ત્યારે બિટકોઈનની કિંમત એટલી નહોંતી. પરંતુ અત્યારના બજાર પ્રમાણે 1700 બિટકોઈનની કિંમત આસમાને છે.