પૃથ્વી પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે અંતરિક્ષથી એક મોટી આફત ધરતી તરફ આગળ વધી રહી છે. એક વિશાળ એસ્ટેરોઈડ આપણી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે.  ચિંતાની વાત એ છે કે આ પરેશાની એટલી વિકટ છે કે તેને પહોંચી વળવા માટે નાસા, ઈસરો અને યુરોપના વૈજ્ઞાનિકો એક સાથે મળીને કામ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાઈ રહ્યું છે કે 13 એપ્રિલ 2029ના રોજ આ વિકરાળ અને વિશાળ એસ્ટેરોઈડ ધરતીની ખુબ નજીકથી પસાર થશે જે પૃથ્વી સાથે ટકરાય તેવી પણ શક્યતા નકારી શકાય નહીં. આ દ્રશ્ય અનેક દેશોના લોકો પણ જોઈ શકશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 13 એપ્રિલ 2029ના રોજ 99942 અપોફિસ પૃથ્વીથી ખુબ નજીકથી પસાર થશે અને તે સમયે આપણી પૃથ્વીની સપાટીથી તેનું અંતર 32,000 કિમીથી પણ ઓછું હશે. ભવિષ્યમાં થનારી આ ઘટનાએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. એસ્ટેરોઈડ જો કે ગ્રહોની સરખામણીમાં ખુબ નાના હોય છે અને તેનો આકાર અનિયમિત હોય છે. અનેકવાર તેઓ પૃથ્વીની નજીક આવી જાય છે. આ એસ્ટેરોઈડનો આકાર લગભગ 375 મીટર (અંદાજે 1230 ફૂટ) પહોળો હોવાનું કહેવાય છે. તે યુરોપ, આફ્રિકા, અને એશિયાના કેટલાક ભાગોમાં રાતે નરી આંખે જોઈ શકાશે. 


પહેલીવાર ક્યારે જાણવા મળ્યું?
2004માં પહેલીવાર અપોફિસ અંગે શોધ કરાઈ હતી. અપોફિસને 19 જૂન 2004ના રોજ અમેરિકાના કિટ પીક નેશનલ ઓબ્ઝર્વેટરીમાં જોવામાં આવ્યો હતો. પ્રાથમિક અવલોકનોથી એવી સંભાવના જતાવવામાં આવી હતી કે તે 2029, 2036 કે 2068માં પૃથ્વી સાથે અથડાઈ શકે છે. વિનાશકારી પ્રભાવની સંભાવનાના કારણે એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના વિનાશના દેવતાના નામ પર રાખવામાં આવ્યું. પરંતુ બાદના અવલોકનો મુજબ ઓછામાં ઓછું આગામી સદી સુધી અપોફિસ પૃથ્વી સાથે ટકરાય તેનું કોઈ જોખમ નથી. પરંતુ આમ છતાં 2029માં અપોફિસના પૃથ્વી પાસેથી પસાર થવાની શક્યતા પ્રબળ થઈ છે. 


નાસા અને ઈસરોની ટીમ લાગી છે કામમાં
દુનિયાભરની અંતરિક્ષ એજન્સીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાનો અપોફિસના ઉડાણ દરમિયાન તેનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ દૂરબીનની મદદથી જમીનથી તેનું નિરિક્ષણ કરવા અને અંતરિક્ષ યાનનો ઉપયોગ કરીને તેને નજીકથી જોવાની યોજના ઘડી રહ્યા છે. 


પૃથ્વી પર મહાપ્રલય નક્કી?
એપ્રિલ 2029માં જ્યારે અપોફિસ પૃથ્વી પાસેથી પસાર થશે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેના માર્ગને મહત્વપૂર્ણ રીતે બદલી નાખશે. જેનાથી તેના ભવિષ્યના માર્ગની આગાહી કરવી મુશ્કેલ છે. ડેટાના આધાર ખગોળશાસ્ત્રીઓએ અંદાજો વ્યક્ત કર્યો છે કે 2029માં અપોફિસના ઉડવાથી તેનો માર્ગ એટલો બદલાઈ શકે છે કે 2068માં પૃથ્વી સાથે તેની ટક્કર થઈ શકે છે.