ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)માં મોંઘવારી તો પહેલાં જ પોતાનો રેકોર્ડ તોડી ચૂકી છે, હવે સ્થિતિ તો એવી થઇ ચૂકી છે કે લોકોમાં તેનો આતંક વધી ગયો છે. દૂધ-દહી અથવા મટનની જગ્યાએ, હવે દરરોજ ઉપયોગ આવનાર શાકભાજીઓ માત્ર નામની રહી ગઇ છે. સ્થિતિ એવી છે કે દરરોજ ઉપયોગમાં આવનાર 51 વસ્તુઓમાંથી 43ના ભાવ ગત વર્ષની સમાન અવધિની તુલનામાં ગત અઠવાડિયે 289 ટકાનો વધારો થયો છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે પાકિસ્તાન (Pakistan)માં ટામેટા તો 200 થી 300 રૂપિયે કિલો સુધી વેચાઇ રહ્યા હતા, હવે આ સીઝનની સામાન્ય શાકભાજી કોબીજ પણ અહીં દોઢ સો રૂપિયે કિલો સુધી વેચાઇ રહી છે. એક કિલો આદુનો ભાવ 500 રૂપિયા છે. ડુંગળી 200 રૂપિયે કિલો વેચાઇ રહી છે જ્યારે એક કિલો ખાંડ હજુ 90 રૂપિયે વેચાઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર પત્ર 'જંગ'ના રિપોર્ટ અનુસાર જણાવવવામાં આવ્યું છે કે પાકિસ્તાન (Pakistan)ના ઇતિહાસમાં પહેલીવાર આ દિવસ આવ્યો છે જ્યારે કરાંચીમાં ટામેટ ત્રણસો રૂપે કિલો સુધી પહોંચી ગયા છે. ટામેટાનો જથ્થાબંધ ભાવ 200 રૂપિયે કિલોથી વધુ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટામેટાની આ કિંમતના લીધે દેશમાં તેના ઉત્પાદનમાં ઘટાડો અને પડોશી ઇરાન તથા અફઘાનિસ્તાનથી તેની આવક ઓછી છે.


રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે મોંઘવારીને કેવી રીતે કાબૂ લાવી શકાય, તેને એ વાતથી સમજી શકાય કે ગત એક વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ગત અઠવાડિયાની તુલનામાં રોજિંદા વસ્તુઓમાં આવનાર 51 વસ્તુઓમાંથી 43 વસ્તુઓના ભાવમાં 289 ટકા સુધી વધારો આવ્યો છે. 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફળોના ભાવમાં પણ એવી જ આગ લાગી છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં એક સમયે કિલો પૈપાયુ 160 રૂપિયામાં મળી રહ્યું છે. એક ડઝન કેળા માટે 120 રૂપિયા ખર્ચ કરવા પડે છે. સફરજન, નાશપતી, દાડમ જેવા પણની આ જ સ્થિતિ છે. સમસ્યા ફક્ત શાકાહારી જ નથી. માંસાહરી પણ એટલા જ ત્રસ્ત છે. બકરાનું એક કિલો માંસ 900 રૂપિયામાં મળી રહ્યું છે. 


આખા દેશમાં મોંઘવારીના કારણે મચેલા હાહાકારે સરકારની ઉંઘ હરામ કરી દીધી છે. 'ડોન'ના રિપોર્ટ અનુસાર વડાપ્રધાન ઇમરાન ખાને મોંઘવારી પર નજર રાખવા માટે એક વિશેષ એકમ બનાવી છે. ઇમરાન ખાને આર્થિક મામલાના સલાહકાર અબ્દુલ હફીઝ શેખ તથા નાણા મંત્રી હમ્માદ અઝહરે એક પ્રેસ કોંફ્રેંસમાં આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સતત પગલાં ભરી રહી છે. 


પરંતુ આ પ્રેસ કોંફેંસમાં જ્યારે સંવાદદાતાઓએ કહ્યું કે ટામેટા તો 300 રૂપિયે કિલો સુધી પહોંચી ગયો છે તો અબ્દુલ હફીજ શેખે કહ્યું કે 'તમે આ કિંમત ક્યાંથી જણાવી રહ્યા છે. કરાંચીમાં તો ટમાટર 17 રૂપિયે વેચાઇ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube