ચીનમાં એક 18 વર્ષની છોકરીને લવ બ્રેઈન નામની બીમારી થઈ ગઈ. તેના પ્રેમી પ્રત્યે પ્રેમ અને ઝૂનૂન એ હદે તેના પર હાવિ થઈ ગયું ત્યારે આ બીમારીની વિગતો સામે આવી. છોકરી તેના પ્રેમીને દિવસમાં એક કે બે નહીં પરંતુ સેંકડોવાર કોલ કરવા લાગી, મેસેજ કરવા લાગી. એક દિવસ તો હદ થઈ ગઈ તેણે તેના પ્રેમને એક જ દિવસમાં 100વાર કોલ અને મેસેજ કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે આટ આટલા મેસેજ અને કોલનો કોઈ રિપ્લાય ન આવ્યો તો તે ઘરમાં ઉત્પાત મચાવવા લાગી. બાલકનીમાંથી  કૂદવાની ધમકીઓ આપવા લાગી. પ્રેમીએ પોલીસ બોલાવવી પડી. ડોક્ટરની તપાસમાં જાણવા મળ્યું કે છોકરીને બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડરની બીમારી છે. જેને સામાન્ય ભાષામાં લવ બ્રેઈન કહે છે. આ બીમારી શું હોય છે અને કેવી હોય છે તે પણ જાણવા જેવું છે. 


સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ જિયાઓયુ નામની એક છોકરીનો આવો વિચિત્ર વ્યવહાર કોલેજના દિવસથી શરૂ થયો હતો. ત્યારે તે પહેલી વર્ષમાં હતી. રિપોર્ટ મુજબ તે તેના પ્રેમની પર એ હદે નિર્ભર થઈ ગઈ હતી કે નાની નાની વાતો તેને શેર કરવા લાગી હતી. તે ક્યાં છે, શું કરી રહ્યો છે, વગેરે જાણવા માટે તે દિવસમાં સેંકડોવાર ફોન અને મેસેજ કરવા લાગી હતી. 


પ્રેમીએ પોલીસ બોલાવવી પડી
સ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે જિયાઓયુએ તેના પ્રેમીને એક જ દિવસમાં 100થી વધુ વાર ફોન રક્યો અને તેણે કોઈ જવાબ ન આપ્યો. ત્યારે તે ખુબ જ પરેશાન થઈ ગઈ અને ઘરેલુ સામાનને નુકસાન પહોંચાડવા લાગી હતી. ડરીને પ્રેમનીએ પોલીસ બોલાવવી પડી. ભયાનક સ્થિતિ તો ત્યારે પેદા થઈ જ્યારે છોકરી બાલકનીમાંથી કૂદવાની ધમકી આપવા લાગી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને છોકરીને કાબૂમાં કરી અને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેને લવ બ્રેઈન બીમારી હોવાનું બહાર આવ્યું. 


શું હોય છે આ લવ બ્રેઈન
લવ બ્રેઈન કોઈ મેડિકલ શબ્દ નથી પરંતુ પ્રેમી પ્રેમીકાઓ વચ્ચે વધુ પડતું ઝૂનૂન અને પ્રેમની પરાકાષ્ઠાને લવ બ્રેઈનથી સમજી શકો છો. કોઈનો પ્રેમ એ હદે તમારા પર હાવિ થઈ જાય કે તે વ્યક્તિ દરેક પળ તેના એ સાથીને પોતાની સાથે જ ઈચ્છે છે અને જો તે પાસે નહોય તો ક્યાં છે અને શું કરે છે, તે બધુ જ જાણવા ઈચ્છે છે. આ પ્રકારના ઝૂનૂની વ્યવહારને સામાન્ય ભાષામાં લવ બ્રેઈન કહી શકાય. હવે ચીનની જે હોસ્પિટલમાં જિયાઓયુની સારવાર ચાલુ છે ત્યાંના ડોક્ટર ડો. ડુ નાએ જણાવ્યું કે ક્યારેક ચિંતા, ડિપ્રેશન અને અન્ય સ્થિતિઓને કારણે પણ આ પ્રકારની બીમારી થઈ શકે છે. ડોક્ટરે એમ પણ કહ્યું કે આવી સ્થિતિઓ બાળપણમાં થનારા માનસિક તણાવ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. 


ડોક્ટરે જો કે જિયાઓયુની બીમારીના કારણનો ખુલાસો ન કર્યો. પરંતુ એટલું જરૂર કહ્યું કે મોટાભાગે એવા લોકોમાં હોય છે જેના બાળપણમાં માતા પિતા સાથે સ્વસ્થ સંબંધ નથી હોતા. ડો. ડુએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે જિયાઓયુ જેવા ગંભીર કેસોમાં સારવાર બહુ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube