નવી દિલ્હી: અમેરિકાના મિઝોરી રાજ્યમાં રહેતી 29 વર્ષની મહિલા લિલી નોવાએ દાવો કર્યો છે કે તે એલિયન્સને એક વાર નહીં પરંતુ ઘણી વખત મળી છે. તેનું કહેવું છે કે એલિયન્સ હોલીવુડની ફિલ્મ અવતારમાં જોવા મળેલા જીવો જેવા જ દેખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિશ્વમાં એલિયન્સ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવે છે. ઘણા દાયકાઓથી વૈજ્ઞાનિકો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું એલિયન્સ અસ્તિત્વમાં છે? આ બધાની વચ્ચે એક મહિલાએ એલિન્સ સાથે મળવાનો દાવો કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેને જણાવ્યું કે તે ઘણી વખત એલિયનને મળી ચૂકી છે અને એલિયન તેને પોતાની પર્સલ ફોટોઝ પણ શેર કરે છે.


યુવતી લોકડાઉનમાં પ્રથમ વખત એલિયનને મળી
લીલી નોવાએ જણાવ્યું છે કે, એલિયન હોલિવુડની ફિલ્મ અવતારમાં જોવા મળનારા જીવ જેવા લાગે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, તે એલિયનને સૌથી પહેલા વર્ષ 2020 માં લોકડાઉન સમયમાં મળી હતી. એક વખત રાત્રે તેઓ હવાફેર કરવા માટે બહાર ગઈ ત્યારે તેને બાજુમાં એક પ્રકાશ જોવા મળ્યો. પહેલા લીલીને લાગ્યું કે આ કોઈ એરક્રાફ્ટ હશે. જ્યારે તેને ધ્યાનથી જોયું ત્યારે તેને એક યુએફઓ જોવા મળ્યું. મહિલાએ જણાવ્યું કે એલીપેથીના માધ્યમથી એલિયન તેને ફોટોઝ મોકલે છે. એલિયન તેને પોતાના ફોટો એટલા માટે મોકલે છે, કારણ કે લીલી જ્યારે એલિયનને મળી ત્યારે તેમનાથી ખૂબ ડરતી હતી. લીલીનો ડર ભગાવવા એલિયન પોતાના ફોટોઝ શેર કરે છે.


આછી વાદળી રંગની સ્કિનવાળી 'યુવતી' સાથે મુલાકાત
લીલીએ જણાવ્યું કે, આ ઘટનાના થોડા મહિના પછી તે ફરી એલિયનને મળી અને હવે તો તે રોજ એલિયનને મળે છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે બીજા ગ્રહ પર રહેલા ઘણા પ્રકારના જીવોને મળી છે. બીજા ગ્રહના જીવ એલિયન જેવા જ છે. પહેલી વખત લીલીએ હળવા વાદળી રંગની સ્કીનવાળી એક યુવતીને જોઈ હતી. તે ખૂબ સુંદર હતી. જો કે તેમના માથા પર વાળ ન હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube