ચીન: તમને વિશ્વાસ નહીં આવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ પોતાના લગ્નમાં 5  ભૂતપૂર્વ બોયફ્રેન્ડને આમંત્રણ આપ્યું હતું. ચીનના સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે. લગ્નમાં તેમના માટે ખાસ ટેબલ ગોઠવવામાં આવ્યું હતું. આ તસવીરો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ અંગે તેઓ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવી ટ્રીટમેન્ટ તો કોઈ ભાગ્યે જ આપી શકે છે. કોઈ પોતાના એકસને લગ્નમાં બોલાવે એ જ મોટી વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ફંકશન દરમિયાન તેણે ભૂતપૂર્વ બોયફ્રેન્ડોનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમના ભોજન માટે ખાસ ટેબલ પણ ગોઠવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેની તસવીરો સામે આવી છે. યુઝર્સ હવે આના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મામલો ચીનના હુબેઈ પ્રાંતનો છે.


સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ લગ્ન 8 જાન્યુઆરીએ થયા હતા, જેની તસવીરો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Douyin) પર પ્રકાશિત કરવામાં આવી છે. આ તસવીરોમાં પાંચ માણસો ડિનર ટેબલ પર બેઠેલા બતાવવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પાંચેય વ્યક્તિઓ દુલ્હનના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ છે, જેમને લગ્નમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.


તે પાંચની સામે એક નેમ પ્લેટ રાખવામાં આવી હતી જેના પર 'ટેબલ ઓફ એક્સ બોયફ્રેન્ડ્સ' લખેલું હતું. તેઓ શાંતિથી સાથે બેઠા હતા, પરંતુ થોડા અસ્વસ્થ જણાતા હતા. તેની સાથે ટેબલ પર બે મહિલાઓ પણ બેઠી હતી. તસવીરો જોઈને યુઝર્સે તેને 'અત્યાર સુધીની સૌથી વિચિત્ર ફિસ્ટ' ગણાવી છે. એક યુઝરે લખ્યું- તમારા લગ્નના ભોજન સમારંભમાં ભૂતપૂર્વ પ્રેમીઓને આમંત્રિત કરવા એ હિંમતનું કામ છે. સંબંધ પણ બગડી શકે છે. અન્ય યુઝરે કહ્યું- દુલ્હન શું સાબિત કરવા માંગતી હતી? ત્રીજાએ લખ્યું - ખરેખર, હું આશ્ચર્યચકિત છું. અન્ય યુઝરે પૂછ્યું- વરની પ્રતિક્રિયા શું હશે?


આ સમયે કેટલાક યુઝર્સ દુલ્હનના આ કૃત્યથી ગુસ્સે થયા હતા. ઘણા યુઝર્સે કહ્યું કે ટેબલ પર બેઠેલા પાંચ લોકોના ચહેરા એકબીજા સાથે ખૂબ જ મળતા આવે છે. જો કે, આ પહેલીવાર નથી કે ચીનમાં પૂર્વ પ્રેમીઓને લગ્ન સમારંભમાં બોલાવવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જૂન 2022 માં, એક વીડિયો વાયરલ થયો હતો જેમાં નવ પુરુષો 'ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ટેબલ' પર બેઠેલા જોવા મળ્યા હતા. ગુઆંગડોંગ પ્રાંતમાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.