નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ઓછો થયાની સાથે સાથે હવે દુનિયાભરમાં અનેક ઠેકાણે શાળાઓ પણ ખુલવા લાગી છે. બાળકોએ શાળામાં જવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ કેટલીક જગ્યાએથી એવી એવી ઘટનાઓ જાણવામાં આવી રહી છે કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકાના ટેક્સાસમાં એક અજીબોગરીબ મામલો જોવા મળ્યો છે. એક વિદ્યાર્થીનીએ તેની ક્લાસ ટીચરને લાફો મારી દીધો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે શાળા પ્રશાસને પણ કાર્યવાહી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્લાસમાં ટીચરને મારી થપ્પડ
ન્યૂયોર્ક ટાઈમ્સની ખબર મુજબ ટેક્સાસની એક શાળામાં એક વિદ્યાર્થીનીએ ગુસ્સે ભરાઈને ક્લાસ ટીચર પર ન કરવાનું કરી નાખ્યું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે થયેલી છોકરી પોતાની સીટ પરથી ઉભી થાય છે અને માતાને ફોન કરવા માટે ટીચરના ડેસ્ક પર જાય છે. જ્યારે ટીચર આમ કરવાની ના પાડી દીધી તો તેણે ટીચરને માર્યું. ટીચરે તેને ક્લાસરૂમની બહાર જવાનું ક હ્યું પરંતુ ગુસ્સામાં કાળઝાળ થયેલી વિદ્યાર્થનીએ એક વાત ન સાંભળી. 


આ અબજપતિના 5000 મહિલાઓ સાથે હતા શારીરિક સંબંધ, હવસ સંતોષવા બનાવ્યો હતો 'બૂમ-બૂમ રૂમ'


વિદ્યાર્થીનીએ ટીચર પર કરી 'વંશીય' ટિપ્પણી
વિદ્યાર્થીનીએ માતાને ફોન કર્યો અને પછી ટીચર વિશે વંશીય ટિપ્પણી કરી હોવાનું પણ કહેવાય છે. એટલું જ નહીં ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીનીએ ટીચર પર જ ફોન ફેંક્યો અને ક્લાસરૂમની બહાર જતી રહી. આ દરમિયાન ટીચરનો વ્યવહાર ખુબ જ શાંત અને સંયમપૂર્ણ જોવા મળ્યો. સમગ્ર ઘટનાનો એક વીડિયો ક્લાસની એક અન્ય વિદ્યાર્થીનીએ રેકોર્ડ કરી લીધો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયો હવે વાયરલ થઈ જતા મામલાએ તૂલ પકડ્યું છે. 


ભારત વિરોધી પાકિસ્તાન સાથે મિત્રતા ભારે પડી રહી છે આ દેશને, ઉપાધિના પોટલા આવી પડ્યા


વીડિયો વાયરલ થતા શાળા પ્રશાસન હરકતમાં
આ વીડિયો જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે શાળા પ્રશાસન પણ એક્શનમોડમાં આવી ગયું. પ્રશાસને પોતાના એક નિવેદનમાં કહ્યું કે 'ટીચરના શાંત વ્યવહાર બદલ અમે તેમને બિરદાવીએ છીએ. સમગ્ર ઘટના દરમિયાન અમે ટીચર અને તેમની પ્રતિક્રિયાનું મજબૂત શબ્દોમાં સમર્થન કરીએ છીએ. શિક્ષિકા વિરુદ્ધ ઉત્પીડન, વંશવાદ અને હિંસા સહન કરીશું નહીં.' આ મામલે શાળા પ્રશાસન દ્વારા પૂરી તપાસ કરાવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube