લંડન: યુનાઈટેડ કિંગડમના લિંકનશાયલથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક 20 વર્ષની યુવતીએ તેની માતાના ડોક્ટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ત્યારબાદ કોર્ટે યુવતીના પક્ષમાં ચુકાદો આપ્યો અને તેને કરોડો રૂપિયાનું વળતણ મળ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરે માતાને નહતી આપી સલાહ- યુવતી
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા રિપોર્ટ મુજબ પોતાની માતાના ડોક્ટર ફિલિપ મિશેલ પર કેસ કરનારી યુવતીનું નામ એવી ટુમ્બ્સ(Evie Toombes) છે. એવીનું નામવું છે કે તેની માતાના ડોક્ટરની બેદરકારીના કારણે તે દિવ્યાંગ છે. તેના જન્મ સમયે ડોક્ટરે તેમની જવાબદારી યોગ્ય રીતે નીભાવી નહતી. આથી તેના શરીરને નુકસાન પહોંચ્યું. જો કે પહેલા ડોક્ટરે તેની માતાને ફોલિક એસિડ લેવાની સલાહ આપી હતી પરંતુ ત્યારબાદ એમ કહીને તેને એવું કહેતા રોકી દીધી હતી કે તે હેલ્ધી ડાયટ લે છે. ડોક્ટરે મને પેદા કરવાની મંજૂરી જ કેમ આપી? 


આ બીમારીથી પીડિત છે યુવતી
અત્રે જણાવવાનું કે એવી લિંકનશાયરની એક પેરા શો જંપિંગ સ્ટાર છે. તેને જન્મની સાથે જ સ્પાઈના બિફિડા (Spina Bifida) ની બીમારી છે. આ બીમારીમાં દર્દીના કરોડના મણકામાં ગેપ થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકની કરોડનો યોગ્ય રીતે વિકાસ થઈ શકતો નથી. 


ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે શું કહ્યું?
આ કેસ પર ચુકાદો સંભળાવતા જજ રોસલિન્ડ ક્યૂસીએ કહ્યું કે જો ડોક્ટર ફિલિફ મિશેલે એવીની માતા કારોલિનને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય સલાહ આપી હોત તો આજે તે સ્વસ્થ  હોત. એવી આજે દિવ્યાંગ ન હોત. આ બધુ ડોક્ટરની બેદરકારીનું પરિણામ છે. 


ફોલિક એસિડ લેવાની કેમ અપાય છે સલાહ?
ગર્ભાવસ્થા અગાઉ અને ગર્ભાવસ્થા દરમિયાન 12 અઠવાડિયા સુધી ફોલિક એસિડ સપ્લિમેન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે. એનએચએસ મુજબ દરરોજ 400 માઈક્રોગ્રામ ફોલિક એસિડ લેવાનું હોય છે. તે ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં સ્પાઈના બિફિડા સહિત ન્યૂરલ ટ્યૂબ ડિફેક્ટ તરીકે ઓળખાતી અનેક બીમારીઓને રોકવામાં મદદ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube