Dancing Girls Falls in Pit Suddenly: અનેકવાર ડાન્સ કાર્યક્રમોમાં આપણે જોયું છે કે લોકો એક બીજાના હાથ પકડીને કે ખભેથી ખભો મિલાવીને ડાન્સ કરતા હોય છે. હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે કેટલીક યુવતીઓ એક સાથે ડાન્સ કરી રહી હતી,તેમણે એક બીજાના ખભે હાથ રાખ્યા હતા. અચાનક કઈક એવું થયું કે બધી યુવતીઓ ધરતીમાં સમાઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાડો પડી ગયો અને તેમાં સમાઈ ગઈ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના બ્રાઝિલના એક શહેરની છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે તે મુજબ લગભગ સાત જેટલી યુવતીઓ ખુશખુશાલ હતી. આ તમામ યુવતીઓ રસ્તા પર ઉછળી ઉછળીને ડાન્સ કરી રહી હતી. એવું જોઈ શકાય છે કે તેઓ જ્યાં ડાન્સ કરી રહ્યા છે ત્યાં અચાનક જમીનમાં ખાડો પડી જાય છે અને તેઓ ડાન્સ કરતા કરતા ખાડામાં પડી જાય છે. ત્યારબાદ ત્યાં હડકંપ મચી ગયો. બધી યુવતીઓને એક પછી એક એમ બહાર કાઢવામાં આવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube