નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.11 કરોડને પાર પહોંચી ગયો છે. ત્યારે વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 5.29 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ મહામારી સામે જંગ જીતી અત્યાર સુધીમાં 63.45 લાખ લોકો સાજા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ શનિવારે નવા આંકડા જાહેર કરીને તેની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ ચીનના વુહાનથી શરૂ થયેલ ખતરનાક વાયરસ કોવિડ -19એ અમેરિકામાં હોબાળો મચાવ્યો છે. અહીં સૌથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જો આંકડા જોઈએ તો યુ.એસ.માં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને વટાવી ગઈ છે, જ્યારે 1.29 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


આ પણ વાંચો:- Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 725 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 36 હજારને પાર


કોરોનાથી બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ બ્રાઝીલ છે. અંહી કોરોના દર્દીઓના આંકડો 1.49 લાખને પાર કરી ગયો છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 61,844 લોકોએ કોરોના સામે હારી પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે લોકડાઉન છતા ઝડપથી વધી રહેલા કોરોના મામલે જોઇએ તો અમેરિકા, ભારત, ડેનમાર્ક અને ઇટાલી સહિત દુનિયાભરના દેશોએ કોરોનાને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાંથી છૂટછાટ આપવાની શરૂ કરી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube