Global Times on India: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ બેઠકમાં પીએમ મોદીના સ્ટેન્ડના વખાણ કર્યા હતા. હવે એકવાર ફરીથી ચીની અખબારે ભારતનો પક્ષ લીધો અને કહ્યું કે અમેરિકાએ ઉભરતી શક્તિઓ સાથે વર્તવાની રીત શીખવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે અમેરિકા-ઈન્ડિયા ટુ પ્લસ ટુ બેઠક બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ભારતમાં માનવાધિકારોની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. જેનો ભારતે જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. જેને લઈને  ગ્લોબલ ટાઈમ્સે ભારતના વલણના વખાણ કરતા અમેરિકાને ફટકાર લગાવી છે. 


ચીની અખબારે ટ્વીટ કરીને કહ્યું કે આઝાદ ભારતને માનવાધિકારો પર ભાષણ આપવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી. અમેરિકા ભારતને પોતાનો ગ્રાહક દેશ સમજવાનું બંધ કરે. અમેરિકા પોતાની મહાન નૈતિકતાઓ પોતાની પાસે રાખે અને ઉભરતી શક્તિઓ જોડે બરાબર વર્તવાનું શીખે. આ અગાઉ પણ ગ્લોબલ ટાઈમ્સે રશિયા-યુક્રેન મુદ્દે ભારતના તટસ્થ વલણના વખાણ કર્યા હતા. અખબારમાં છપાયેલા લેખમાં ચીની તજજ્ઞોએ કહ્યું હતું કે ભારતે જે સ્ટેન્ડ લીધુ તે તેના માટે ફાયદાકારક છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube