પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે જેના માટે સંપૂર્ણ રીતે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. તેની સૌથી વધુ અસર ધ્રુવીય બરફ પર પડી રહી છે. તે ઝડપથી પીઘળી રહ્યો છે અને દરેક જગ્યાએ સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. નાસાનો એક નવો સ્ટડી સામે આવ્યો છે. નાસાના સાયન્ટિફિક વિઝ્યુલાઈઝેશન સ્ટુડિયોના ડેટા વિઝ્યુલાઈઝ એન્ડ્ર્યુ જે ક્રિસ્ટેનસેને આ એનિમેશન વીડિયો નાસાના ડેટાના આધારે બનાવ્યો છે. તેમણે અનેક સેટેલાઈટ્સના ડેટાનું એનાલિસિસ કર્યું છે. આ ડેટા 1993થી લઈને 2022 સુધીનો છે. આ કોઈ સાધારણ એનીમેશન વીડિયો નથી. તેમાં વર્ષોના ડેટાનું વિશ્લેષણ કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

...તો ડૂબી જશે અનેક શહેરો
નાસા સમુદ્રના વધતા જળસ્તરને લઈને ચિંતિત છે. તેના માટે તેણે છેલ્લા 30 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો અને તેના આધાર પર એક એનિમેશન વીડિયો બનાવ્યો. જેમાં વધતા જળસ્તરની ચિંતાઓને દેખાડવામાં આવી છે. નાસાએ ચેતવણી પણ આપી છે કે જો આ દિશામાં નક્કર પગલાં ન લેવાયા તો અનેક શહેરો ડૂબી જશે. 


આ વર્ષે ફેબ્રુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરસે પણ દુનિયાને ચેતવણી આપી હતી કે જે રીતે દરેક જગ્યાએ સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે તે જોતા જલદી  સમુદ્રની નજીકવાળા વિસ્તારોથી લોકો પલાયન શરૂ કરી દેશે. હવે આ ચેતવણીને નાસાએ એનીમેશન દ્વારા દેખાડી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube