ઈઝરાયેલમાં 7 ઓક્ટોબર બાદ એકવાર ફરીથી મોટો હુમલો થયો છે. શનિવારે ઈઝરાયેલના કબજાવાળા ગોલાન હાઈટ્સ વિસ્તારના એક ગામમાં અનેક રોકેટથી હુમલો થયા બાદ બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ હુમલાને ઈઝરાયેલે 7 ઓક્ટોબર બાદથી પોતાના પર થયેલો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે. ઈઝરાયેલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ ડ્રુઝ શહેરના એક ફૂટબોલ મેદાન પર આ હુમલો થયો છે. IDF એ શનિવારે મોડી રાતે કહ્યું કે તમામ 12 મૃતકોની ઉંમર 10-20 વર્ષ વચ્ચે હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભીષણ હુમલા બાદનો વીડિયો




મેડિકલ સેન્ટરોએ શું કહ્યું
ઈઝરાયેલ ટાઈમ્સના જણાવ્યાં મજબ તિબેરિયાસ નજીક બારૂક પાડેહ મેડિકલ સેન્ટરે કહ્યું કે ગંભીર હાલતમાં ચાર લોકોને હોસ્પિટલ લાવવામાં આ્યા. સફેદમાં જીવ મેડિકલ સેન્ટરે કહ્યું કે ત્યાં 32 ઘાયલો દાખલ છે જેમાંથી 6ન ઈલાજ ટ્રોમા વોર્ડમાં થઈ રહ્યો છે. 13ની સ્થિતિ ગંભીર છે અને 10ને સામાન્ય ઈજા  થઈ છે. અન્ય ચાર ઘાયલોને હાઈફાના રામબામ મેડિકલ સેન્ટરમાં લઈ જવાયા. અધિકારીઓ એ જણાવ્યું કે ડોક્ટરોએ ઘટનાસ્થળે જ 10 પીડીતોને મૃત જાહેર કર્યા. જ્યારે 2ને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. 


સમય ઓછો મળતા ભાગી ન શક્યા
આ હુમલા બાદ રહીશોએ મેદાન પર ખૂની નરસંહારના દ્રશ્યો વિશે જણાવ્યું કે ચેતવણી સાયરન વાગી ચૂકી હતી પરંતુ પીડિતો માટે બહુ ઓછા સમયનું એલર્ટ હતું જે સમયસર ભાગી શક્યા નહીં અને માર્યા ગયા. 


નેતન્યાહૂને મળી ખબર, અમેરિકાથી પાછા ફર્યા
આ ચોંકાવનારા હુમલા બાદ ઈઝરાયેલના અધિકારીઓએ જવાબી કાર્યવાહીની વાત કરી છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ જે અમેરિકામાં હતા તેઓ તરત પાછા ફરી રહ્યા છે. જેના કારણે ઈઝરાયેલ અને આતંકવાદી સમૂહ વચ્ચે એક જંગ વધુ તેજ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 


હિજબુલ્લાહ નથી લેતું જવાબદારી
દેશની ઈમરજન્સી ચિકિત્સા સેવા મેગન ડેવિડ એડોમના એક વરિષ્ઠ ડોક્ટર એદાન અવશાલોમે કહ્યું કે, અમે મેદાન પર પહોંચ્યા અને બળતી ચીજો દેખાઈ. ઘાયલ લોકો જમીન પર પડ્યા હતા અને દ્રશ્ય ખુબ ભયાનક હતા. ઈઝરાયલી મીડિયાએ કહ્યું કે રોકેટ લેબનોનથી હિજબુલ્લાહ આતંકવાદી સમૂહ દ્વારા છોડાયું હતું જ્યારે હિજબુલ્લાહે શનિવારે સાંજે થયેલા હુમલામાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે શિયા સમૂહને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. 


નેતન્યાહૂએ કસમ ખાધી
ઈઝરાયેલ પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે ઘાતક હુમલા બાદ નેતન્યાહૂએ ઈઝરાયેલના ડ્રૂઝ સમુદાયના આધ્યાત્મિક નેતા શેખ મુઆફક તારિફ સાથે વાત કરી અને કસમ ખાધી કે ઈઝરાયેલ ચૂપ બેસશે નહીં. પ્રધાનમંત્રી નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે ઈઝરાયેલ આ જીવલેણ હુમલાને આમ જ સહન નહીં કરે, અને હિજબુલ્લાહે તેની ભારે કિંમત ચૂકવવી પડશે જે તેણે અત્યાર સુધી નહીં ચૂકવી હોય. 



નેતન્યાહૂ અમેરિકામાં હતા પરંતુ જેવી હુમલાની જાણ થઈ કે તેઓએ પોતાનો પ્રવાસ ટૂકાવ્યો અને રવિવાર બપોર સુધીમાં ઈઝરાયેલ પરત ફરશે. નેતન્યાહૂએ એક વીડિયોમાં કહ્યું કે, માર્યા ગયેલા લોકોમાં નાના બાળકો પણ હતા જે ફૂટબોલ રમતા હતા. તેમણે કહ્યું કે, બીજા અન્ય લોકોની પણ હત્યા કરી દેવાઈ. આ દ્રશ્યોથી અમારા હ્રદયભગ્ન થયા છે. ઈઝરાયેલ 'તેને ચૂપચાપ જવા દેશે નહીં અને સમગ્ર દશ ડ્રૂઝ સમુદાય સાથે 'તેમના કપરાં સમયમાં જે અમારો પણ કપરો સમય છે' પડખે છે. 


હવે ઈઝરાયેલનો વારો?
હુમલા બાદ તરત ઈઝરાયેલના રક્ષામંત્રી યોઆ ગેલેન્ટને સૈન્ય અને સુરક્ષાના ટોચના અધિકારીઓએ હિજબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઈઝરાયેલના વિકલ્પો અંગે જાણકારી આપી છે. બેઠકમાં આઈડીએફ ચીફ ઓફ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ હર્જી હલેવી, શિન બેટના પ્રમુખ રોનેન બાર અને મોસાદ પ્રમુખ ડેવિડ બાર્નિયા સહિત અન્ય અધિકારી સામેલ થયા છે. ઈઝરાયેલ રક્ષા મંત્રીએ ડ્રુઝ આધ્યાત્મિક નેતાસાથે પોતાની વાતચીત કરી અને કહ્યું કે ઈઝરાયેલ દુશ્મન પર કઠોર પ્રહાર કરશે. નેતન્યાહૂની જેમ સુરક્ષા અધિકારીઓએ ઈરાન નિર્મિત રોકેટથી કરાયેલા ઘાતક હુમલા બાદ હિજબુલ્લાહ પર નરમી નહીં વર્તવાની કસમ ખાધી છે અને સંકેત આપ્યા છે કે ઈઝરાયેલ-લેબનાન સરહદ પર 10 મહિનાથી ચાલી રહેલા ઘાતક ઘર્ષણને હવે વધુ સહન નહીં કરવામાં આવે. હવે સમગ્ર દુનિયાની નજર ઈઝરાયેલના જવાબ પર છે.