નવી દિલ્હી: અનોખી ચોરીઓ અંગે તમે વિચાર્યું હશે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે કોઈનું ટોઈલેટ ચોરાઈ જાય? આ અજીબ ચોરી છે પરંતુ તે સત્ય છે. લંડનમાં એક ચોર ટોઈલેટ ઉઠાવી ગયો. પહેલીવાર સાંભળીને તો તમને જરૂર અટપટું લાગે કે ચોર વળી ટોઈલેટ કેવી રીતે ઉઠાવી જાય? પરંતુ અહીં જણાવવાનું કે આ ટોઈલેટ કોઈ મામૂલી ટોઈલેટ નહતું. તે દુનિયાનું સૌથી કિંમતી ટોઈલેટ હતું અને સોનાનું બનેલું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 કરોડ રૂપિયા હતી કિંમત
સોનાના આ ટોઈલેટની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા ગણાવવામાં આવી રહી છે. સોનાના આ ટોઈલેટને ઈટાલિયન કલાકાર મોરીજિયો કેટેલને તૈયાર કર્યું હતું. ભલે તે સોનાનું બનેલું હોય પરંતુ તે કામ તો સામાન્ય ટોઈલેટ જેવું જ કરતું હતું. તેમાં તમામ સુવિધાઓ લાગેલી હતી. 


18 કેરેટ સોનાથી બનેલુ છે ટોઈલેટ
સોનાના આ ટોઈલેટને બ્લેનહેમ પેલેસમાં લાગેલા એક પ્રદર્શનીમાં રાખવામાં આવેલુ છે. ઈંગ્લેન્ડના ઓક્સફોર્ડશાયરના બ્લેનહોમ પેલિસમાં બનેલા બાથરૂમમાં 18 કેરેટ સોનાનું ટોઈલેટ લગાવવામાં આવ્યું હતું. જેને ચોર ચોરી કરીને લઈ ગયાં. આ ટોઈલેટનું નામ અમેરિકા છે. 


14 સપ્ટેમ્બરની સવારે થઈ હતી ચોરી
બ્લેનહેમ પેલેસના એક અધિકારીએ જણાવ્યું કે આ ચોરી 14 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 4.50 વાગે થઈ હતી. ટોઈલેટની ચોરી થવાની જાણ ત્યારે થઈ જ્યારે ટોઈલેટ રૂમમાંથી પાણી વહીને બહાર આવવા લાગ્યું. આ ટોઈલેટને ગુરુવારે સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ચોરીના મામલે 66 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 


સોનાના આ ટોઈલેટની તપાસ ચાલુ છે. પોલીસને આશા છે કે બહુ જલદી તેની ચોરી કરનારા લોકોની ધરપકડ કરી લેવામાં આવશે. અમેરિકા નામથી પ્રખ્યાત આ ટોઈલેટને સૌથી પહેલા ન્યૂયોર્ક સિટીમાં 2016માં ગગેનહાઈમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ટોઈલેટને એકવાર લોન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઓફર કરાયું હતું. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...