નવી દિલ્હીઃ દુનિયામાં કેટલીક એવી અજીબોગરીબ વસ્તુઓ અથવા ઘટનાઓ છે, જે લોકોમાં હંમેશા માટે ચર્ચાનો વિષય બની જાય છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કેટલાક અનોખા અને કેટલાક અજીબોગરીબ રહસ્યો છુપાયેલા છે, પરંતુ આ રહસ્યો વિશે જાણવું સરળ નથી. આવી જ એક જગ્યા મેક્સિકોમાં છે, જ્યાં એક અનોખું રહસ્ય છુપાયેલું છે. આ સ્થળે વિશાળ કદના અનેક સ્ફટિકો છે. આ સ્ફટિકો કોઈ ખજાનાથી ઓછા નથી, પરંતુ કહેવાય છે કે આ જગ્યાની મુલાકાત લેવી એ મોતને ભેટવા જેવું છે. મેક્સિકોની આ રહસ્યમય જગ્યા એક ગુફા છે. આ ગુફાનું નામ છે જાયન્ટ ક્રિસ્ટલ કેવ છે. અહીં એક પહાડની નીચે લગભગ 984 ફૂટ નીચે, ગુફામાં સ્ફટિકના વિશાળ સ્તંભો છે, જે ખૂબ જ કિંમતી છે. ચાલો જાણીએ આ જગ્યા વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2000માં જ્યારે વૈજ્ઞાનિકોને તેમના વિશે ખબર પડી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ખોદકામ દરમિયાન, પર્વતની નીચે અત્યાર સુધીનો સૌથી અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ક્રિસ્ટલ્સ જીપ્સમથી બનેલા છે જે એક પ્રકારનું ખનિજ છે. તેનો ઉપયોગ કાગળ અને કાપડ ઉદ્યોગોમાં ફિલર તરીકે થાય છે. તેનો ઉપયોગ ઈમારતો બનાવવા માટે સિમેન્ટમાં પણ થાય છે.


આ સ્ફટિકો લાખો વર્ષ જૂના છે-
આ ગુફામાં ક્રિસ્ટલથી બનેલા સ્તંભો 5 લાખ વર્ષથી પણ વધુ જૂના છે. એક સાયન્સ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, અત્યારે આ સ્થાનની મુલાકાત લેવી અશક્ય છે, કારણ કે અહીંનું તાપમાન ઘણું વધારે છે. એક સમયે જ્યારે આ જગ્યા મનુષ્યો માટે ખુલ્લી હતી, તે દરમિયાન ઘણા મૃત્યુ થયા હતા.
નિષ્ણાંતોના મતે, આ સ્ફટિકોની નીચે ખૂબ જ ગરમ મૈગ્મા જોવા મળ્યો હતો અને 20 મિલિયન વર્ષો પહેલા આ મૈગ્મા તિરાડોમાંથી ધીમે ધીમે બહાર આવવાનું શરૂ થયું હતું. આ મૈગ્મા બહાર આવવાથી પર્વતની રચના થઈ છે. આ મેગ્મા દ્વારા સ્ફટિકો પણ રચાયા હતા.


અતિશય તાપમાનને કારણે થાય છે મૃત્યુ-
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યારે મૈગ્મા બહાર આવ્યો ત્યારે ગુફામાં પાણી પણ હતું. આ પાણીમાં અનહાઈડ્રેટ ખનિજ હતું. તે જ સમયે, ગુફાનું તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. આ તાપમાન પર અનહાઈડ્રેટ તેના મૂળ સ્વરૂપમાં રહે છે, પરંતુ જેવુ તાપમાન 58થી નીચે જાય છે, ત્યારે સ્ફટિકીકરણ કરવાનું શરૂ કરશે. એકબાજુ, ઊંચુ તાપમાન અને બીજીબાજુ હવામાં ભેજ 100% રહે છે, જેના કારણે ડિહાઈડ્રેશન થવાથી લોકોના મૃત્યુ થાય છે.