કોલંબિયા: કોલંબિયાના દરિયાકાંઠે સમુદ્રમાંથી એક જહાજ મળી આવ્યું છે, જેમાં લગભગ 17 હજાર ડોલરનો ખજાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખજાનો લગભગ 300 વર્ષ સુધી પાણીમાં ડૂબેલો હતો. જેમાં સોનું, ચાંદી, પન્ના સહિત અનેક કિંમતી વસ્તુઓ છે. આ જહાજ સેન જોસ ગેલિયન તરીકે ઓળખાય છે. કોલંબિયન નેવીએ આ જહાજમાંથી મોટી માત્રામાં મૂલ્યવાન ધાતુઓ શોધી કાઢી હતી.  સેન જોસ ગેલિયન નામના જહાજમાંથી સોનું, ચાંદી, પન્ના અને ચીની ચાઈનીઝ માટીના વાસણ મળી આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


300 વર્ષ બાદ મળેલા ડૂબેલા જહાજમાંથી ખજાનો મળ્યો:
સેન જોસ ગેલિયન નામનું જહાજ 1708માં ડૂબી ગયું હતું અને લગભગ 300 વર્ષ પછી તેનો કાટમાળ શોધવામાં સફળતા મળી. આ ખજાનો એક રોબોટ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. તેના પર લગભગ 17 અબજ ડોલરની કિંમતનું સોનું-ચાંદી, પન્ના અને ઝવેરાત હોવાનું અનુમાન હતું. હાલમાં જહાજના લોકેશનની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, કોલંબિયન નેવીએ ખજાનાની તસવીરો શેર કરી છે. 


1708માં ડૂબી ગયું હતું જહાજ:
સ્પેનિશ નેવી માટે આ જહાજનું ઘણું મહત્વ હતું. 1708માં તેને બ્રિટિશ નેવીએ ટારગેટ કરીને નષ્ટ કર્યુ હતું. કહેવાય છે કે તેના પર 64 તોપોની સાથે મોટી માત્રામાં ગનપાઉડર પણ રાખવામાં આવ્યો હતો. યુદ્ધ દરમિયાન આગ લાગવાથી જહાજ સમુદ્રના ઊંડાણમાં ડૂબી ગયું હતું. તેમાં 600 ક્રૂ હતા અને તેઓ પણ ડૂબી ગયા. સોનું, ચાંદી અને પન્ના સહિતની ઘણી કિંમતી વસ્તુઓ પણ વિશાળ જળ ભંડારમાં સમાઈ ગઈ હતી. જાણકારી પ્રમાણે તેની શોધ વર્ષ 2015 માં વુડ્સ હોલ ઓશનોગ્રાફિક ઇન્સ્ટિટ્યુશન (WHOI) તરફ કરવામાં આવી હતી.


વુડ્સ હોલ ઓશનોગ્રાફિક ઈન્સ્ટીટ્યૂશનની શોધ:
વુડ્સ હોલ ઓશનોગ્રાફિક સંસ્થાએ જહાજને સેન જોસ તરીકે ઓળખાવ્યું હતું. બે વર્ષ પછી કોલંબિયાની સરકારે તેના ભવ્ય ખજાનાને પુનઃપ્રાપ્ત કરવા માટે સપાટીની નીચે ખોદવાની એક અભિયાનની જાહેરાત કરી. કોલંબિયાની નેવીએ કાટમાળનું મૂલ્યાંકન કરવા માટે રિમોટલી ઓપરેટેડ રોબોટ જેવા સાધનોને 3,100 ફૂટની ઊંડાઈ સુધી મોકલ્યા હતા. સેન જોસ ગેલિયન જહાજ પર છૂટાછવાયા સોનાના ટુકડા, ચાંદી, પન્ના, તોપ અને સંપૂર્ણ રીતે સાચવેલ ચાઈનીઝ માટીના વાસણો જોવા મળે છે.


કોનો ખજાનો થશે:
સ્પેન ભારપૂર્વક કહે છે કે ખજાનો તેમનો છે કારણ કે તે તેમનું જહાજ હતું. તે જ સમયે, બોલિવિયાના સ્વદેશી ખારા માને છે કે તે તેમનું છે. કારણ કે તેમને સ્પેન તરફથી કિંમતી ધાતુઓનું ખાણકામ કરવા માટે ફરજ પાડવામં આવી હતી. બીજીબાજુ કોલંબિયા સેન જોસને તેના સાંસ્કૃતિક વારસાનો ભાગ માને છે અને તેના પ્રાદેશિક પાણીમાં મળી આવ્યું હોવાને કારણે તેના ભંગારનો દાવો કર્યો છે. હાલમાં ડૂબી ગયેલા વહાણમાં સોનું અને ઘણી ચમકદાર ધાતુઓ જોઈને હાલમાં દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તેનો વીડિયો જોઈને દુનિયાના અનેક લોકો દંગ રહી ગયા છે.