H-1B Visa Rules: અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા ભારતીય લોકોને મોટી રાહત મળી છે. હવે વિઝાધારકના જીવનસાથીને પણ અમેરિકામાં ઓટોમેટિક નોકરી મળશે. આ અહેવાલ સાંભળીને આશ્ચર્ય થયું ને... પણ વાત એકદમ સાચી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સરકાર એચ-1B વિઝાધારકોના જીવનસાથીને ઓટોમેટિક નોકરીની મંજૂરી આપવા પર કામ કરી રહી છે. બાઈડેન સરકારના નિર્ણયથી સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સને મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવા તરફથી એચ-1B વિઝાધારકોના એકદમ નજીકના સ્વજનો એટલે કે પતિ, પત્ની અથવા 21 વર્ષથી ઓછી વયના સંતાનોને આ સુવિધા અપાશે. તેમને અગાઉ નોકરી કરવા માટે મંજૂરી મેળવવા એચ-4 વિઝા લેવા પડતા હતા. પરંતુ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સામે 15 પ્લેન્ટિફે દાખલ એક ક્લાસ-એક્શન સૂટ મુજબ એક સમજૂતી કરવામાં આવી છે. જેથી હવે જે લોકો ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર પર અમેરિકામાં નિયુક્ત છે, તેમના જીવનસાથીએ હવે અમેરિકામાં કામ કરવા માટે વર્ક ઓથોરાઈઝેશન માટે અરજી કરવી પડશે નહીં.


આર્યનને ફસાવવા અમદાવાદમાં ઘડાયું હતું કાવતરું, ડ્રગ્સ કેસમાં બનાવવામાં આવ્યા હતા પ્લાન A-B


તમને જણાવી દઈએ કે H-1B વિઝા નોન-ઇમિગ્રેશન વિઝા છે. તે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. જેના મારફતે ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી ઘણા લોકોને હાયર કરે છે.


H-4 વિઝા H-1B વિઝા ધારકોના નજીકના સંબંધીઓને આપવામાં આવે છે
H-4 વિઝા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (US Citizenship and Immigration Services) દ્વારા H-1B વિઝા ધારકોના નજીકના સંબંધીઓ (પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો) માટે જાહેર કરવામાં આવે છે. તે તેને જાહેર કરવામાં આવે છે જેમણે અમેરિકામાં રોજગાર આધારિત કાનૂની કાયમી નિવાસી દરજ્જાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા સ્થળાંતર કરનારાઓના જીવનસાથી વતી આ મુકદ્દમો થોડા મહિના પહેલા દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારપછી હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (Department of Homeland Security) દ્વારા વર્ક પરમિટ આપવા માટે કરાર કરવામાં આવ્યો હતો.


રેલવે મુસાફરો માટે ખુશખબર: પહેલાની જેમ સામાન્ય રીતે દોડશે તમામ 1700 ટ્રેન, ભાડામાં જોરદાર ઘટાડો


તેઓએ વર્ક ઓથોરાઈઝેશન માટે અરજી કરવાની રહેશે નહીં
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ સામે 15 પ્લેનટિફ (જેમાંના મોટા ભાગના ભારતીય જીવનસાથીઓ છે) દ્વારા દાખલ કરાયેલ ક્લાસ-એક્શન દાવો અનુસાર બુધવારે સમાધાન જાહેર કરવામાં આવ્યું હતું. કરાર મુજબ L-2 વિઝા ધારકો ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન 'ઇન્સેન્ટ ટુ સ્ટેટસ'નો આનંદ માણશે. સરળ શબ્દોમાં કહીએ તો આનો અર્થ એ છે કે જેઓ યુએસમાં ઇન્ટ્રા-કંપની ટ્રાન્સફર પર નોકરી કરે છે, તેમના જીવનસાથીઓએ હવે યુએસમાં કામ કરતા પહેલા વર્ક ઓથોરાઇઝેશન માટે અરજી કરવાની રહેશે નહીં.


આ રોજગાર અધિકૃતતા દસ્તાવેજો (EAD)ની સાથે H-1B વિઝા ધારકોના લગભગ એક લાખ ભારતીય જીવનસાથીઓને મહત્તમ છ મહિના માટે સ્વયંસંચાલિત રોજગારનો વિસ્તાર મળશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રન્ટ સર્વિસિસ (USCIS) તરફથી વિગતવાર માર્ગદર્શન આગામી સપ્તાહમાં આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube