નવી દિલ્હીઃ હ્યૂમન ઇન્યુનોડેફિશિએન્સી વાયરસ (HIV) ની વેક્સિનને લઈને છેલ્લા ત્રણ દાયકાથી રિસર્ચ જારી છે. હવે લાગે છે કે જલદી આ વેક્સિનની શોધ કરવામાં સફળતા મળી જશે. આ સંભાવનાની સાથે વૈજ્ઞાનિક સમુદાય અને કોરોના સંક્રમણનો સામનો કરી રહેલી દુનિયા માટે થોડા રાહતના સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે અને આફ્રિકામાં ઇબોલાનો ડર ચિંતાનું કારણ બનેલો છે. તેવામાં એચઆઈવીની વેક્સિનને આવેલા આ સમાચાર લોકોને ખુશ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક રૂપથી 2019માં 38 મિલિયન લોકો એચઆઈવી/એઇડ્સથી પીડિત હતા. 


ફેબ્રુઆરીમાં રસીની શોધમાં સફળતાની જાહેરાત થઈ હતી
ફેબ્રુઆરીમાં નોન પ્રોફિટ ડ્રગ ડેવલપર  IAVI અને સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે આ સફળતાની જાહેરાત કરી હતી, પરંતુ આ સમાચાર પર ધ્યાન તે સમયે ગયું જ્યારે તે ટ્વિટર પર વાયરલ થયા. મહત્વનું છે કે ન્યૂ એપ્રોચ કોવિડ-19 mRNA વેક્સિનેશન વિરુદ્ધ મોર્ડનાની વેક્સિન (સાથે ફાઇઝર-બાયોએનટેક) જેવી અન્ડરલાઇન વેક્સિન ટેક્નોલોજી પર બેસ્ડ છે. આ વેક્સિને ઇમ્યૂન સેલ્સના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવામાં સફળતા દેખાડી જે એન્ટીબોડી-ઉત્પાદન શરૂ કરવા માટે જરૂરી છે. આ ન્યૂ એપ્રોસ જેને 'જર્મલાઇન ટારગેટિંગ' કહેવામાં આવે છે, તે સ્પેસિફિક પ્રોપર્ટીઝની સાથે બી-સેલ્સને સક્રિય કરે છે. 


આ પણ વાંચોઃ ચીનમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ ટાંપીને બેઠા છે...ચોખા-કપાસથી થયો ઘટસ્ફોટ


પ્રારંભિક તબક્કામાં છે સફળતા
આ રિએક્શનના ફેઝ 1ની ટ્રાયલમાં 48માંથી 47 વોલેન્ટિયરોમાં જાણ થઈ હતી. જ્યારે સંશોધકોએ ચેતવણી આપી છે કે આ પ્રારંભિક ડેટા છે અને ટ્રાયલ પ્રાથમિક તબક્કામાં છે. આમ તો આ સફલતા એઇડ્સ મુક્ત દુનિયાને બળ આપી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube