Sri Lanka Economic Crisis: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના દેશ છોડી ભાગ્યા બાદ શ્રીલંકામાં આક્રોશની સુનામી વધુ તેજ થઈ ગઈ છે. આજે પીએમ આવાસ અને સંસદ ભવન ઘેર્યા બાદ હવે ઉગ્ર ભીડે સરકારી ન્યુઝ ચેનલની ઓફિસમાં ઘૂસી ગયા હતા. એટલું જ નહીં એક પ્રદર્શનકારી ત્યાં ન્યુઝ એન્કરની જગ્યાએ બેસી ગયો અને લાઈવ આવી બોલવા લાગ્યો. ત્યારબાદ ટીવી ચેનલનું પ્રસારણ બંધ કરવું પડ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકામાં ચાર દિવસ બાદ આજે ફરી હંગામો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા દેશ છોડી માલદીવ જતા રહ્યા છે. જે બાદ શ્રીલંકાની જનતા રસ્તા પર ઉતરી આવી છે. સંસદ ભવન અને પીએમ હાઉસમાં ઘૂસવાથી જ્યારે પોલીસે ભીડને રોકી તો હંગામો મચી ગયો. પ્રદર્શનકારીઓને ડરાવવા અને ભગાડવા માટે હવામાં 10-12 રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું પરંતુ તેનાથી કોઈ અસર જોવા મળી નહીં.


શ્રીલંકામાં ઇમરજન્સી લાગુ, રાજપક્ષે ભાગ્યા; પ્રદર્શનકારીઓનો PM હાઉસ પર હંગામો


શ્રીલંકા સંકટના મોટા અપડેટ્સ
- શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે મોડી રાતે દેશ છોડી ભાગી ગયા. તેઓ લશ્કરી વિમાનથી માલદીવ પહોંચ્યા હતા. ત્યાં તેમની પત્ની અને લગભગ 10 ખાસ લોકોને લઇને પહોંચ્યા છે. ત્યાંથી રાજપક્ષે દુબઈ જઇ શકે છે. ગોટાબાયાએ હજુ સુધી રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે તેઓ દુબઇથી આગળ જ્યાં જવા માંગે છે ત્યાં પહોંચીને રાજીનામું આપશે.


- ગોટાબાયા રાજીનામું આપ્યા વગર માલદીવ ભાગ્યા છે. જેના કારણે પ્રદર્શનકારીઓ વધારે નારાજ છે. કેમ કે તેનાથી નવી સરકારના ગઠનનું કામ અટકી ગયું છે.


ભારતની મદદથી માલદીવ પહોંચ્યા ગોટબાયા રાજપક્ષે? શ્રીલંકાથી આવ્યું મોટું નિવેદન


- ગોટાબાયાના ગયા બાદ નારાજ પ્રદર્શનકારીઓએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસ તરફ કૂચ કરી હતી. સુરક્ષાકર્મીઓએ સંસદ ભવનથી થોડે દૂર હજારો પ્રદર્શનકારીઓને રોકી લીધા હતા. પરંતુ પ્રદર્શનકારીઓ સુરક્ષા ઘેરો તોડી પીએમ હાઉસમાં ઘૂસી ગયા હતા. આ લોકો પીએમ રાનિલ વિક્રમસિંઘેના પણ રાજીનામાની માંગ કરી રહ્યા છે. રાનિલ વિક્રમસિંઘેનું ખાનગી આવાસ પ્રદર્શનકારીઓએ પહેલા જ સળગાવી દીધું હતું.


- ત્યારબાદ પાડોસી દેશ શ્રીલંકામાં આજે રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ અત્યાર સુધી પીએમ પદ પર હતા. પરંતુ ગોટાબાયાના ભાગી ગયા બાદ તેમને સ્પીકરે રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવ્યા છે.


આ ફિલ્મમાં દેખાડાયો સૌથી ભયાનક દુષ્કર્મ સીન, ક્રૂરતા એવી કે લેવા પડ્યા આ એક્શન


- ઉગ્ર પ્રદર્શન વચ્ચે રાનિલ વિક્રમસિંઘે તરફથી યુ-ટર્ન પણ લેવામાં આવ્યો. કાર્યકારી રાષ્ટ્રપતિ બનતા પહેલા જ તેમની તરફથી નિવેદન આપ્યું કે, શ્રીલંકામાં ઇમરજન્સી લગાવવામાં આવી રહી છે. પરંતુ થોડીવાર પછી કહ્યું કે કોઈ ઇમરજન્સી લાગુ કરવામાં આવશે નહીં.


- ઉગ્ર ભીડે આજે શ્રીલંકાની સરકારી ન્યુઝ ચેનલ Jathika Rupavahini પર કબજો કર્યો. પ્રદર્શનકારી તે ચેનલની ઓફિસમાં ઘૂસી ગયા હતા. એક પ્રદર્શનકારી ત્યાં એન્કર બનીને બેસી ગયો અને બોલવા લાગ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube