વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સરકારનું કામકાજ આંશિક રૂપથી બંધ હોવાનું જવાબદાર ડેમોક્રેટ પાર્ટી છે, અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ નિર્માણ માટે 5.7 અબજ ડોલરની માંગના પ્રસ્તાવના તેના પ્રસ્તાવને કોંગ્રેસની પાસે રોકી રખાયો છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આંશિક બંધનો 24મો દિવસ છે. ટ્રમ્પે સોમવારે કહ્યું કે, જ્યાં સુધી અમેરિકી લોકોને સુરક્ષિત રાખવાનો સવાલ છે તો ક્યારે પાછળ હટીશું નહીં. આ આંશિક બંધને કારણે મહત્વપૂર્ણ વિભાગોના 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓ પાસે કામ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોને સંબોધિત કરતા હતા ટ્રમ્પ
લુઇસિયાનામાં એક કિસાન રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું, સરકાર માત્ર એક કારણને લીધે બંધ છે. ડેમોક્રેકિક પાર્ટીની સરહદ સુરક્ષા, આપણી સુરક્ષા, આપણા દેશની સુરક્ષા માટે ધન આપી રહી નથી. ટ્રમ્પે મેક્સિકો સરહદ પર છેલ્લા સપ્તાહના પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દક્ષિણ સરહદથી ગેરકાયદેસર વિદેશી ન માત્ર મેક્સિકોથી પરંતુ અન્ય દેશોમાંથી પણ આવી રહ્યાં છે. 


એરપોર્ટ પર ઘણા સુરક્ષા સ્ક્રીનર કામમાંથી ગાયબ
આ વચ્ચે પરિવહન સુરક્ષા પ્રશાસને જણાવ્યું કે, એરપોર્ટ પર ઘણા સુરક્ષા સ્ક્રીનર રવિવાર અને સોમવારે કામ પર ન આવ્યા. રાષ્ટ્રીય ગેરહાજરી દર ગત વર્ષે આ દિવસે 3.2 ટકાની તુલનામાં 7.6 ટકા રહ્યો હતો.