લોસ એન્જેલસ: 63મા ગ્રેમી એવોર્ડ્સનું 14 માર્ચે ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સંગીતની ઉજવણી સ્ટેપલ્સ સેન્ટરની જગ્યાએ લોસ એન્જેલસ કન્વેન્શન સેન્ટરમાં આઉટડોર સેટ્સ પર કરવામાં આવી. આ ગ્રેમી એવોર્ડ્સ કાર્યક્રમ ઘણી રીતે ખાસ રહ્યો. કેમ કે આવું પહેલીવાર થયું જ્યારે બીટીએસ અને સિલ્ક સોનિકે ગ્રેમીના મંચ પર પોતાનું શાનદાર પરફોર્મન્સ આપ્યું. આ વખતે પોપ સિંગર બિયોન્સે 28મી વખત આ એવોર્ડ પોતાના નામે કરનારી પહેલી ફિમેલ સિંગર બની ગઈ છે. તેણે માત્ર એક નહીં પરંતુ બે-બે ગ્રેમી પોતાના નામે કર્યા. જ્યારે 31 વર્ષની ટેલર સ્વિફ્ટ પહેલી એવી મહિલા સિંગર બની ગઈ છે જેણે ત્રણ વખત બેસ્ટ આલ્બમનો એવોર્ડ જીત્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ સિરેમનીમાં બધા મ્યૂઝિકલ આર્ટિસ્ટ, કમ્પોઝિશન્સ અને આલ્બમ્સને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. કેટલાંક એવોર્ડ્સની જાણકારી સામે આવી છે. તો જાણીએ આ મોટા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા.


ગ્રેમી એવોર્ડ વિજેતાઓની યાદી:
બેસ્ટ આર એન્ડ બી પરફોર્મન્સ : બ્લેક પરેડ, બિયોન્સ
બેસ્ટ પોપ વોકલ આલ્બમ: ફ્યૂચર નોસ્ટેલ્જિયા, દુઆ લીપા
બેસ્ટ રેપ સોંગ : મેગન દી સ્ટેલિયન, બિયોન્સ
સોંગ ઓફ ધ યર ( સોંગ રાઈટર એવોર્ડ) : આઈ કાન્ટ બ્રીથ
બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ: વોટરમેલન ( હેરી સ્ટાઈલ્સ)
બેસ્ટ કન્ટ્રી આલ્બમ: વાઈલ્ડ કાર્ડ
બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ: મેગન દી સ્ટેલિયન
બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમ: અમેરિકન સ્ટાન્ડર્સ, જેમ્સ ટેલર
બેસ્ટ ડાન્સ/ ઈલેક્ટ્રોનિક આલ્બમ: બુબ્બા
બેસ્ટ રોક આલ્બમ: ધ ન્યૂ એબનોર્મલ
બેસ્ટ ઓન્ટરનેટિવ મ્યૂઝિક આલ્બમ: ફેક્ચ ધ બોલ્ડ કટર્સ
બેસ્ટ પ્રોગ્રેસિવ આર એન્ડ બી આલ્બમ: ઈટ ઈઝ વ્હોટ ઈટ ઈઝ
બેસ્ટ આર એન્ડ બી આલ્બમ: બિગર લવ
બેસ્ટ રેપ આલ્બમ: કિંગ ડિસીઝ
બેસ્ટ જેજ વોકલ આલ્બમ: સીક્રેટ્સ આર ધ બેસ્ટ સ્ટોરીઝ
બેસ્ટ જેજ ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ: ટ્રાયોલોજી-2
બેસ્ટ કન્ટેમ્પરરી ક્રિસ્ટિયન મ્યૂઝિક આલ્બમ: જીસસ ઈઝ કિંગ
બેસ્ટ લેટિન આલ્બમ: LA CONQUISTA DEL ESPACIO
બેસ્ટ કોમેડી આલ્બમ: બ્લેક મિત્ઝવા
બેસ્ટ રેગે આલ્બમ: ગોટ ટુ બી ટફ
બેસ્ટ સ્કોર સાઉન્ડ ટ્રેક ફોર વિઝ્યુઅલ મીડિયા: જોકર
બેસ્ટ મ્યૂઝિક વીડિયો: બ્રાઉન સ્કીન ગર્લ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube