સ્ટોકહોમઃ સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા (greta thunberg) એ ભારતમાં કોરોનાના કહેર પર દુખ વ્યક્ત કર્યુ છે. તેણે ટ્વીટ કરી દુનિયાભરના દેશોને ભારતની સહાયતા કરવા વિનંતી કરી છે. તેણે લખ્યુ કે, ભારતમાં કોવિડની તાજા સ્થિતિને સાંભળી ખુબ દુખ પહોંચ્યુ છે. તેણે અપીલ કરતા કહ્યુ કે, વૈશ્વિક સમુદાયે પગલા ભરવા જોઈએ અને તત્કાલ જરૂરી સહાયતા પ્રદાન કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાન આંદોલનને લઈને ચર્ચામાં આવી હતી ગ્રેટા
ગ્રેટા થનબર્ગ કિસાન આંદોલન દરમિયાન વિવાદિત ટૂલકિટને પ્રકાશિત કર્યા બાદ વિવાદોમાં આવી હતી. ભાજપના નેતાઓ સહિત ઘણા લોકોએ આરોપ લગાવ્ય હતો કે ભારત વિરોધી ષડયંત્ર હેઠળ આ ટૂલકિટ પ્રસિદ્ધ હસ્તિઓ દ્વારા શેર કરાવવામાં આવી રહી છે. ત્યારબાદ તેને બનાવનાર વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો. પરંતુ તેમાં ગ્રેટાનું નામ સામેલ નહતું. 


Baghdad hospital fire: બગદાદની કોવિડ હોસ્પિટલમાં આગ, 82 દર્દીઓના મોત


24 કલાકમાં 349691 નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 349691 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 16960172 થઈ ગઈ છે. 2767 લોકોના મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 1,92,311 થઈ ગયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 26,82,751 છે અને સાજા થયેલા લોકોની સંખ્યા 1,40,85,110 છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 25 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ અત્યાર સુધી વેક્સિનેશનનો આંકડો 14,09,16,417 થઈ ગયો છે. 


હવે ભારતની મદદ માટે આગળ આવ્યું પાકિસ્તાન, કહ્યું- વેન્ટિલેટર સહિત જરૂરી સામાન મોકલવા તૈયાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube