ન્યૂયોર્ક: પર્યાવરણ સંરક્ષણ (Environment conservation) ની દિશામાં દુનિયાભારમાં આજના દૌરમાં ચાલી રહેલા આંદોલનની અગ્રદૂત બનીને ઉભરેલી 16 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણથી લોકોને જંજોળી દીધા. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન (Climate Change) પર વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપતાં પહેલાં 16 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે પોતાના ભાષણથી લોકોને ભાવુક કરી દીધા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાને સ્વીકાર્યું, પાકિસ્તાની સેના-ISIએ અફગાનિસ્તાનમાં અલકાયદાને આપી ટ્રેનિંગ


સ્વીડનની 16 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે સંયુક્ત રાષ્ટ્રનાઅ ઉચ્ચસ્તરીય જળવાયું સંમેલન દરમિયાન સોમવારે પોતાના ભાષણથી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયા ગુટેરેસ સહિત દુનિયાના મોટા નેતાઓને જંજોળીને મુકી દીધા. ગ્રેટાએ પોતાના ભાષણમાં કહ્યું કે 'તમે અમારા સપના, અમારું બાળપણ તમારા ખોખલ શબ્દોથી છીનવી લીધું. જોકે હજુ પણ હું ભાગ્યશાળી છું, પરંતુ લોકો સહન કરી રહ્યા છે, મરી રહ્યા છે, આખી ઇકો સિસ્ટમ બરબાદ થઇ રહી છે.''

PM મોદી આપી રહ્યા હતા સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ...અચાનક પહોંચ્યા ડોનાલ્ડ ટ્રંપ, પછી...


પોતાના સંબોધન દરમિયાન ગ્રેટા ભાવુક થઇ ગઇ અને કહ્યું, ''તમે અમને નિષ્ફળ બનાવી દીધા. યુવાનો સમજે છે કે તમે અમને છેતર્યા છે. અમારા જેવા યુવાનોની આંખો તમારા લોકો પર છે અને જો તમે અમને નિષ્ફળ કરી દીધા તો તમને ક્યારે માફ કરીશું નહી.


પર્યાવરણ કાર્યકર્તાએ કહ્યું કે ''અમે સામૂહિક વિલુપ્તિની કગાર પર છીએ અને તમે પૈસા અને આર્થિક વિકાસની કાલ્પનિક કથાઓ વિશે વાત કરી રહ્યા છો. તમે સાહસ કેવી રીતે કર્યું? ગ્રેટાએ કહ્યું કે દુનિયા જાગી ગઇ છે અને તમારે અહીં અત્યારે જ લાઇન તાણવી પડશે. 

UN જળવાયુ પરિવર્તન સંમેલન: માત્ર વાતો નહીં, કામ કરવું પડશે-પીએમ મોદી


ગ્રેટાએ દુનિયાભરના બાળકો અને આજની યુવા પેઢીનો અવાજ સામે રાખતાં કહ્યું કે યુવાનોને સમજાઇ રહ્યું છે કે જળવાયુ પરિવર્તનના મુદ્દે તમે અમને છેતર્યા છે અને જો તમે કંઇ ન કર્યું તો યુવા પેધી તમને માફ નહી કરે.


(ઇનપુટ: એજન્સી આઇએએનએસ)