સિંગાપુરઃ યૂક્રેનના વિમાનને મિસાઇલથી પાડવાની ભૂક ઈરાનને ખુબ ભારે પડી શકે છે. આ દુર્ઘટનામાં ઈરાન સિવાય અન્ય 5 દેશોના યાત્રીકોના મોત થયા હતા. આ તમામ દેશોએ ગુરૂવારે લંડનમાં બેઠક કરવાનો નિર્ણય લીધો છે અને આ દરમિયાન ઈરાન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા પર વિચાર થઈ શકે છે. યૂક્રેનના વિદેશ પ્રધાને આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગાપુરના સત્તાવાર પ્રવાસથી અલગ યૂક્રેનના વિદેશ પ્રધાન વાડિમ પ્રિસ્તાયકોએ કહ્યું કે, આ બેઠકમાં ઈરાન પાસે નુકસાનની માગ પર નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે પાછલા બુધવારે ઈરાનની રાજધાની તેહરાનના બહારના વિસ્તારમાં એક મિસાઇલ હુમલામાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં સવાર તમામ 176 લોકોના મોત થઈ ગયા હતા. શરૂઆતી રિપોર્ટ્સમાં વિમાનમાં ખામીની વાત સામે આવી હતી. પરંતુ બાદમાં ઈરાને સ્વીકાર કર્યો કે, તેની મિસાઇલથી વિમાન ક્રેશ થયું હતું. 


પ્રિસ્તાયકોએ કહ્યું કે, ઈરાન તરફથી તે કહેવું મૂર્ખતાપૂર્ણ છે કે યૂક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન તેના મિલિટ્રી બેઝની પાસેથી પસાર થયું હતું. તેમણે કહ્યું કે, ઈરાને યૂક્રેનના વિમાનના બ્લેક બોક્સ સોંપવા પર સહમતિ વ્યક્ત કરી છે. કોઈપણ વિમાન દુર્ઘટનાની તપાસ માટે બ્લેક બોક્સને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 


ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં ઇઝરાયલે કરી હતી અમેરિકાની મદદ  


પ્રિસ્તાયકોએ કહ્યું કે, વિમાન દુર્ઘટનામાં જે દેશોના લોકોના મોત થયા છે, આ બધાએ એક સમૂહ તૈયાર કર્યો છે. 16 જાન્યુઆરીએ લંડનમાં બેઠક છે અને આ ઘટનાને લઈને કાયદાકીય કાર્યવાહીને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube