ઈસ્લામાબાદ: પાકિસ્તાનની એક નાપાક હરકત સામે આવી છે. આ શરમજનક હરકત તેમની સુરક્ષા એજન્સીઓ અને સુરક્ષાકર્મીઓએ ઈફ્તાર પાર્ટી દરમિયાન કરી છે. શનિવારે ભારતીય દૂતાવાસ તરફથી એક હોટલમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં પહોંચેલા ભારતીય મહેમાનો સાથે પાકિસ્તાની સુરક્ષાદળોએ ગેરવર્તણૂંક કરી અને અનેકની સાથે તો મારપીટ પણ કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: આ દેશના રાષ્ટ્રપતિએ સ્ટેજ પર જ 5 યુવતીઓને ચુંબન કરી લીધુ


શનિવારે દૂતાવાસ તરફથી ઈસ્લામાબાદની સેરેના હોટલમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈફ્તાર પાર્ટીમાં આવેલા ભારતીય મહેમાનો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી. અનેક મહેમાનોને તો અધવચ્ચે જ પાછા મોકલી દેવાયા. કેટલાક મહેમાનોની કારોને ઉઠાવી લેવાઈ. પાકિસ્તાની એજન્સીઓએ પાર્ટીમાં આવેલા મહેમાનોને  પાછા ફરવાનું કહ્યું. ભારતીય અધિકારીઓએ અહીં આવેલા મહેમાનો પાસે આ ઘટના અંગે માફી માંગી છે. ભારતીય રાજદૂત અજય બિસારિયાએ કહ્યું કે મેં આ સમગ્ર ઘટનાક્રમ માટે મહેમાનો પાસે માફી માંગી છે.  


જુઓ LIVE TV



આવું પહેલીવાર બન્યું એવું નથી. આ અગાઉ પણ પાકિસ્તાનમાં આ રીતે કથિત ભારતીય દૂતાવાસના ઓફિસરો અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો હતો. 


પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા ઈફ્તાર પાર્ટીના આયોજનનો સિલસિલો લગભગ 12 વર્ષ અગાઉ સિબી જ્યોર્જે શરૂ કર્યો હતો. જ્યોર્જ હાલ સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય રાજદૂત છે. 1992ના કોડ ઓફ કન્ડક્ટ મુજબ બંને દેશોમાં ડિપ્લોમેટિક પર્સનલ અને તેમના પરિવારોને પૂરી સુરક્ષા આપવામાં આવશે. 


(ઈનપુટ- અનસ મલિક)