કેનેડાની ધરતી પર કિર્તીદાન ગઢવીની જોરદાર જમાવટ, ડાયરામાં ડોલરનો વરસાદ
Kirtidan Gadhvi Dayro In Canada : લોકગાયક કીર્તિદાન ગઢવીનો કેનેડાના હેમીલ્ટન શહેરમાં શાનદાર ડાયરો યોજાયો... દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે ની રચનામાં શ્રોતાઓ આફરીન થયા... ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમી ઉઠ્યા...જય સરદાર ગ્રુપે ડાયરાનું કર્યું હતું આયોજન..
Gujarati In Canada : ગુજરાતી કલાકારો હાલ વિદેશોમાં જમાવટ કરી રહ્યાં છે. કિંજલ દવે, ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, અતુલ પુરોહિત જેવા દિગ્ગજ કલાકારો હાલ વિદેશમાં વસતા ગુજરાતીઓને ગરબાથી ડોલાવી રહ્યાં છે. ત્યારે કેનેડાની ધરતી પર પહોંચીને લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ તહેલકો મચાવ્યો. લોકગાયક કીર્તિદાન ગઢવીએ વિદેશ ધરતી પર ભારે જમાવટ કરી. કેનેડા હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો અભૂતપૂર્વ ડાયરો યોજાયો હતો. જેમાં ત્યા વસતા ગુજરાતીઓ આફરીન આફરીન થઈ ગયા હતા.
લોકગાયક કિર્તીદાન ગઢવી હાલ કેનેડાના પ્રવાસે છે. વિદેશની આ ધરતી પર કિર્તીદાનના ડાયરા અને રાસગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડે છે. ત્યારે કેનેડાના હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો ભવ્ય ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા. આખુ ઓડિટોરિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. તો કેનેડામાં પણ કીર્તિદાનના સૂરો પર ડોલરનો વરસાદ થયો હતો.
સરકાર મહેરબાન! તેલિયા રાજાઓના કારણે ગુજરાતીઓનું નીકળ્યું તેલ, ડબ્બો 3140 એ પહોંચ્યો
ડાયરામાં ‘દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે...’ રચના પર શ્રોતાઓ આફરીન થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવીની એક-એક રચનામાં તાળીઓનો ગડગડાટ થયો હતો, તો સાથે જ આખા હોલમાં હાજર શ્રોતાઓએ ગીતો સાથે લલકાર્યા હતા. ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમ્યા હતા.
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે બંધ થતા ટ્રાફિક જામ, 5 કિલોમીટર સુધી હજારો વાહનોના પૈડા થંભ્યા, PHOTOs
આજે 18 સપ્ટેમ્બરે હવામાન વિભાગની આગાહી : 3 જિલ્લામા રેડ એલર્ટ, આ જિલ્લાઓ પર મોટી ઘાત