નવી દિલ્લીઃ ભારત એક એવો દેશ છે જ્યાની આબોહવામાં તમામ પ્રકારના વાતાવરણનો આપણને લાહવો મળે છે. અહીં વરસાદ પણ છે, અહીં ઠંડી પણ છે અને અહીં ઉનાળો પણ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં કાંતો શિયાળો છે, કાંતો ઉનાળો મતલબ સતત ઠંડા પ્રદેશો અથવા એકદમ ગરમીવાળા પ્રદેશો છે દુનિયામાં. ભારત જ એવો દેશ છે જ્યાં તમામ ઋતુઓ લગભગ ચાર-ચાર મહિનાના અંતરે સરખે ભાગે વહેચાયેલી છે. જોકે, દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં એક ગામ એવું પણ છે જે વરસાદથી વંચિત છે. એક એવા બુંદિયાળ ગામની વાત, જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યુ છે અને કેટલીક જગ્યાએ તો વરસાદ પણ  શરૂ થયો છે. વિશ્વમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે,જ્યાં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ પડે છે. મેઘાલયના માસિનરામ ગામની જેમ. જ્યાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ શું તમે ક્યારેય એવા સ્થળ વિશે જોયુ કે સાંભળ્યું છે? જ્યાં ક્યારેય વરસાદ ન પડતો હોય! અહીં રણપ્રદેશની વાત નથી કરવામાં આવી રહી. જ્યાં ક્યારેય વરસાદ જ નથી પડતો તે એક ગામ છે અને ત્યાં લોકો રહે પણ છે.


આવા ગામનું નામ છે અલ-હુતૈબ. જે યમનની રાજધાની સનાના પશ્ચિમમાં હરજ ક્ષેત્રમાં આવેલુ છે. અહીં મોટાભાગે પ્રવાસીઓ આવે છે અને અહીંના સુંદર નજારાનો આનંદ માણે છે. અલ-હુતૈબ ગામમાં પહાડો પર પણ લોકોએ એવા સુંદર ઘર બનાવ્યા છે કે, જેને પ્રવાસીઓ જોતા જ રહી જાય છે.


અલ-હુતૈબ ગામ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. ગામની આસપાસનું વાતાવરણ ખૂબ જ ગરમ રહે છે. જોકે શિયાળા દરમિયાન વહેલી સવારે વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે, પરંતુ શિયાળામાં પણ સૂર્ય ઉગતાની સાથે લોકોને ગરમી જેવો અનુભવ થાય છે. આ ગામમાં પ્રાચીન અને આધુનિક વાસ્તુકળા તથા ગ્રામીણ અને શહેરી વિશેષતાઓનો એકસાથે સુમેળ જોવા મળે છે. આ ગામને ‘અલ-બોહરા અથવા અલ-મુકરમા’ લોકોનો ગઢ કહેવામાં આવે છે. આ પ્રજાતિના લોકોને યમની સમુદાય પણ કહેવામાં આવે છે.


યમની સમુદાયના લોકો મુહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વવાળા ઈસ્માઈલી (મુસ્લિમ) સંપ્રદાયમાંથી આવે છે. જેઓ મુંબઈમાં રહેતા હતા. વર્ષ 2014માં મૃત્યુ થતા સુધીમાં મુહમ્મદ બુરહાનુદ્દીન દર ત્રણ વર્ષે આ ગામની મુલાકાત લેતા હતા. આ ગામની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી. તેનું કારણ એ છે કે આ ગામ વાદળોની ઉપર આવેલું છે. વાદળો આ ગામની નીચે રચાય છે અને વરસાદ પડે છે. અહીંનો નજારો એવો છે કે તમે ક્યાંય ભાગ્યે જ જોયો હશે.